ETV Bharat / state

દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ - gujaratinews

દાહોદ: જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામમાં રાત્રીસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના માર્ગદર્શન સાથે તેમના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ
author img

By

Published : Jul 23, 2019, 5:03 AM IST

Updated : Jul 23, 2019, 1:40 PM IST

દાહોદના સિંગવડ તાલુકાના મછેલાઈ ગામમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અધ્યક્ષસ્થાને ગામમાં રાત્રીસભા યોજાઈ હતા. જેમાં ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના જેવી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓની તાકીદે નિરાકરણ લાવવા સૂચન કર્યુ હતું.

કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, પાયાના ક્ષેત્રો ખેતી, પશુપાલન, આરોગ્ય, શિક્ષણમાં અસરકારક કામગીરીથી વિકાસની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જિલ્લામાં માતા મૃત્યુનો દર ઘટાડવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરીએ અને માતા બહેનોની સર્ગભા અવસ્થાના પહેલા 90 દિવસમાં અવશ્ય નોંધણી કરાવવું જોઈએ. સાથે જ સર્ગભા માતાને પૂરતું પોષણ મળે તે માટે ખાસ કાળજી રાખવા અને કુપોષણના કલંકને દૂર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ ઉપરાંત ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું. ઉપરાંત પશુપાલન અપનાવીને આર્થિક રીતે સંપન્ન થવું જોઇએ. ત્યારબાદ ગ્રામજનોએ આવાસ યોજનાના લાભ બાબતે, પીવાના પાણી, હેન્ડપંપ, કેટલશેડનો લાભ આપવા બાબત, આંગણવાડી બાબતે પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જિલ્લાના ખેતીવાડી અધિકારી, પશુપાલન વિભાગ, સમાજ સુરક્ષા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું.

આ રાત્રિસભામાં પ્રાંત અધિકારી લીમખેડા, પ્રાયોજના વહિવટદાર બી.ડી.નીનામા, જિલ્લા પુરવઠા અધિકારી વી.એ. ખાંટ, મછેલાઇ ગામના સરપંચ, ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે રાત્રિસભા યોજાઇ

વિવિધ અધિકારીઓની હાજરીમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું

દાહોદ, દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે રાત્રીસભા યોજવામાં આવી હતી .જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના માર્ગદર્શન સાથે તેમના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.Body:
         દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ના મછેલાઈ ગામેે જિલ્લા સમાહર્તા વિજય ખરાડી અધ્યક્ષસ્થાનેે ગ્રામસભાના કાર્યક્રમમાં ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓની તાકીદે નિરાકરણ લાવવા સૂચન કર્યુ હતું. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે પાયાના ક્ષેત્રો ખેતી, પશુપાલન, આરોગ્ય, શિક્ષણમાં અસરકારક કામગીરીથી વિકાસની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જિલ્લામાં માતામૃત્યુનો દર ઘટાડવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરીએ અને માતા બહેનોની સર્ગભા અવસ્થાના પહેલા ૯૦ દિવસમાં અવશ્ય નોંધણી કરાવવું જોઈએ. તેમણે સર્ગભા માતાને પૂરતું પોષણ મળે તે માટે ખાસ કાળજી રાખવા અને કુપોષણના કલંકને દૂર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. બાળકોનો સંપૂર્ણ શારિરીક અને માનસિક વિકાસ થાય એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. બાળકોની શાળામાં નિયમિત હાજરી પણ ખૂબ જરૂરી છે. આ માટે ગ્રામજનોએ જાગૃતત્તા દાખવવાની જરૂર છે. તેમણે ખેતીમાં આધુનિક પધ્ધતિ અપનાવવા જણાવ્યુ હતું, ઉપરાંત પશુપાલન અપનાવીને આર્થિક રીતે સંપન્ન થવું જોઇએત્યાર બાદ ગ્રામજનોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂઆતો રજૂ કરી હતી. ગ્રામજનોએ વિવિધ યોજનાઓ હેઠળ બેન્ક ખાતામાં લાભ જમા થવા બાબત, આવાસ યોજનાના લાભ બાબતે, પીવાના પાણી, હેન્ડપંપ, કેટલશેડનો લાભ આપવા બાબત, આંગણવાડી બાબતે પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી.જિલ્લાના ખેતીવાડી અધિકારી, પશુપાલન વિભાગ, સમાજ સુરક્ષા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું.
         રાત્રિસભામાં પ્રાન્ત અધિકારી લીમખેડા, પ્રાયોજના વહિવટદાર બી.ડી.નીનામા, જિલ્લા પુરવઠા અધિકારી વી.એ. ખાંટ, મછેલાઇ ગામના સરપંચ, ગામના આંગેવાનો તથા ગ્રામજનો હાજર રહયા હતાConclusion:
Last Updated : Jul 23, 2019, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.