ETV Bharat / state

દાહોદના નાનીઝરી ગામે રાત્રી ગ્રામસભા યોજાઈ, નાગરીકોના પ્રશ્નોનું સભામાં નિરાકરણ - Collector

દાહોદ: દેવગઢ બારીયા તાલુકાના નાની ઝરી ગામ ખાતે રાજયકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઇ ખાબડના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભા યોજાઇ હતી. જેમાં જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી તેમજ અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

દાહોદના નાની ઝરી ગામે રાત્રી ગ્રામસભા યોજીને કર્યાં નાગરિકોના પ્રશ્નો હલ, કલેક્ટર પણ રહ્યા ઉપસ્થિત
author img

By

Published : Jul 15, 2019, 9:33 PM IST

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલા નાનીઝરી ગામે રાત્રી દરમિયાન પશુપાલન અને ગૌ સંવર્ધન જેવા મુદ્દાઓને લઈને બચુભાઈ ખાબડની અધ્યક્ષતામા ગ્રામસભા યોજાઈ હતી. પ્રાંસગીક ઉદ્બોધનમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો પણ ચિતાર આપવામાં આવ્યો હતો. રાજય સરકારની વ્હાલી દિકરી યોજના વિશે જણાવતા કહયું હતું કે, નાનો વિચાર પણ એક સમાજને સમૃદ્ધ થવા તરફ લઈ જાય છે.

દાહોદના નાની ઝરી ગામે રાત્રી ગ્રામસભા યોજીને કર્યાં નાગરિકોના પ્રશ્નો હલ, કલેક્ટર પણ રહ્યા ઉપસ્થિત

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિકાસનો સુર્વણયુગ છે. આખુ તંત્ર સામે ચાલીને તમારી સમસ્યાઓના નિરાકરણ માટે આવે છે. પરંતુ આપ સૌની જાગૃત્તિ વિશેષ મહત્વની છે. આપની સમસ્યાઓના નિદાન માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવો તથા તેનો લાભ મેળવો. અમે કહીએ અને તમે સાંભળીને જતા રહો તે ન થવું જોઇએ. ગામડાની સમૃદ્ધિને આધારે જ નવા ભારતની રચના કરવાની છે.

તો સાથે સાથે જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર જનતાને હિતાર્થે અનેક યોજનાઓ ચલાવે છે, પરંતુ પૂરતી માહિતીના અભાવે લોકો યોજનાઓનો લાભ લઈ શકતા નથી. તેથી યોજનાઓ વિશે માહિતગાર થવું જરૂરી છે.

જિલ્લામાં કુપોષણની સમસ્યા દૂર કરવા, બાળક શારિરીક માનસિક રીતે તંદુરસ્ત બને તે માટે તેને આંગળવાડી-શાળામાં નિયમિત મોકલવો જરૂરી છે. ગામના આગેવાનો, નાગરિકો, માતા-પિતાએ આ બાબતને એક ઝુંબેશ સ્વરૂપે લેવી જોઇએ. આંગળવાડી સમયસર ખુલ્લે, તેમાં બાળકો સમયસર આવે તથા ત્રણ સમયનું ભોજન આપવામાં આવશે તો કુપોષણની સમસ્યા દૂર થશે.

રાત્રી ગ્રામસભામાં ગ્રામજનોની વિવિધ અરજી-પ્રશ્ન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગ્રામજનોએ નાનીઝરી ગામમાં પાકા રસ્તા બનાવવા, સિંચાઈ યોજનાઓ, વિજળી તથા ખેતરમાં ભૂંડ દ્વારા કરવામાં આવતા નુકશાન જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

પ્રધાન બચુભાઇ ખાબડે ઉપસ્થિત અધિકારીઓને ગ્રામજનોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. રાત્રીગ્રામ સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, ઉજ્જવલા ગેસ યોજનાના લાર્ભાથીઓને સહાય આપવામાં આવી હતી.

Intro:રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને નાની ઝરી ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ

જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી તથા ઉપસ્થિત અધિકારીઓએ નાગરિકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા

દાહોદ, દેવગઢ બારીયા તાલુકાના નાની ઝરી ગામ ખાતે રાજયકક્ષાના પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને રાત્રી ગ્રામસભા યોજાઇ હતી. જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી તેમજ અધિકારીઓએ સ્થળ પર નાગરિકો ના વિવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આBody:દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલ નાનીઝરી ગામે રાત્રિ દરમિયાન પશુપાલન અને ગૌ સંવર્ધન બધાં બચુભાઈ ખાબડની અધ્યક્ષતા મા યોજાયેલીી ગ્રામસભામાા પ્રાંસગિક ઉદબોધનમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી દ્રારા કરવામાં આવી રહેલી કામગીરીનો તેમણે ચિતાર આપ્યો હતો. રાજય સરકારની વહાલી દિકરી યોજના વિશે જણાવતા કહયું હતું કે નાનો વિચાર પણ એક સમાજને સમૃધ્ધ થવા તરફ લઇ જાય છે. તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે આ વિકાસનો સૂર્વણયુગ છે. આખુ તંત્ર સામે ચાલીને તમારી સમસ્યાઓના નિરાકરણ માટે આવે છે. પરંતુ આપ સૌની જાગૃત્તિ વિશેષ મહત્વની છે. આપની સમસ્યાઓના નિદાન માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવો તથા તેનો લાભ લો. અમે કહીને જતા રહયા અને તમે સાંભળીને જતા રહયા એવું ન બનવું જોઇએ. ગામડાની સમૃધ્દ્રિને આધારે જ નવા ભારતની રચના કરવાની છે.
         જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર જનતાને હિતાર્થે અનેક યોજનાઓ ચલાવે છે પરંતુ પૂરતી માહિતીના અભાવે લોકો યોજનાઓનો લાભ લઇ શકતા નથી. માટે યોજનાઓ વિશે માહિતગાર થવું જરૂરી છે. જિલ્લામાં કુપોષણની સમસ્યા દૂર કરવા, બાળક શારિરીક માનસિક રીતે તંન્દુરસ્ત બને તે માટે તેને આંગળવાડી-શાળામાં નિયમિત મોકલવો જરૂરી છે. ગામના આંગેવાનો, નાગરિકો, માતા-પિતાએ આ બાબતને એક ઝુંબેશ સ્વરૂપે લેવી જોઇએ. આંગળવાડી સમયસર ખુલ્લે, તેમા બાળકો સમયસર આવે તથા ત્રણ સમયનું ભોજન આપવામાં આવશે તો કુપોષણની સમસ્યા દૂર થશે.
         રાત્રીગ્રામસભામાં ગ્રામજનોના વિવિધ અરજીઓ-પ્રશ્ર્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગ્રામજનોએ નાની ઝરી ગામમાં પાકા રસ્તા બનાવવા, સિંચાઇ યોજનાઓ, વિજળી, તથા ખેતરમાં ભૂંડ દ્રારા કરવામાં આવતા નુકશાન જેવા પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી હતી. મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત અધિકારીઓને ગ્રામજનોના પ્રશ્ર્નોનું સત્વરે નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. રાત્રીગ્રામ સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, ઉજ્જવલા ગેસ યોજનાના લાર્ભાથીઓને સહાય આપવામાં આવી હતી.
         Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.