ETV Bharat / state

દાહોદમાં ચોર આવ્યાની ખોટી આફવા ફેલાવનારા શખ્સ સામે પોલીસની કડક કાર્યવાહી - Dahod Smart City

દાહોદ જિલ્લામાં ચોરની ટોળકી આવી હોવાની અફવાઓ ફેલાવી લોકોને પરેશાન કરતા તત્વો સામે દાહોદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરનામાં આવી રહી છે. નેત્રમ પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાથી પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દાહોદમાં ચોર આવ્યાની ખોટી આફવા ફેલાવનારા શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહિ હાથધરી

author img

By

Published : Apr 15, 2020, 10:40 PM IST

દાહોદઃ જિલ્લામાં ચોર ટોળકી આવી હોવાની અફવાઓ ફેલાવી લોકોને પરેશાન કરતા તત્વો સામે દાહોદ પોલીસે લાલ આંખ કરી છે. અફવા ફેલાવનારા પાંચ શખ્સોની ધરપકડ કર્યા બાદ વધુ બે અફવા ફેલાવનારાને પોલીસે ઝડપી પાડ્યા છે. દાહોદ નગર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું હતુ.

દાહોદમાં ચોર આવ્યાની ખોટી આફવા ફેલાવનારા શખ્સ સામે પોલીસની કડક કાર્યવાહી

જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, અફવાખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસ દરમિયાન પોલીસ દ્વારા કુલ સાત અફવાખોરો સામે કાર્યવાહી કરવામાં સોમવારે વધુ બે શખ્સોને પકડી લઇ તેની પૂછપરચ્છ કરવામાં આવી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવી રહી છે.

દાહોદના પાંચ મોટા સોશિયલ મીડિયા એકાઉન્ટના એડમિનને પોલીસ દ્વારા નોટિસ આપી વાંધાજનક પોસ્ટ ડીલીટ કરવા જણાવવામાં આવ્યું છે. આ તમામ ફેસબૂક એકાઉન્ટ છે. દાહોદ સ્માર્ટ સિટી અને પોલીસના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાથી પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

DSP જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના તમામ ગામોના સરપંચો સાથે પોલીસ દ્વારા મીટિંગ યોજીને આવી અફવા ફેલાવનારા લોકોથી સાવધાન રહેવા સમજ આપવામાં આવી છે. એ જ પ્રકારે નગરપાલિકા વિસ્તારોમાં વોર્ડ દીઠ 5 પોલીસ મિત્રોની મદદ લેવામાં આવી રહી છે.

ગરબાડા, કતવારા અને જેસાવાડા વિસ્તારમાં 10 વાહનો પેટ્રોલિંગમાં ઉતારવામાં આવ્યા છે અને તેની સાથે SRPની એક ટૂકડીના 60 જવાનોને પણ જોડવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા માટે દાહોદ પોલીસ દ્વારા તમામ પગલાં લેવાઇ રહ્યા છે. નાગરિકો પણ અફવાઓથી ઘભરાઇ નહીં અને કોઇ પણ પ્રકારના સંકટ સમયે પોલીસનો સંપર્ક કરી શકે છે.

DSP જોયસરે અફવાખોરોને સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવામાં આવે અને પોલીસ ટેક્નોલોજીના ઉ૫યોગથી તમામ પ્રકારના સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ પર નજર રાખી રહી છે. અફવાખોરો સામે સખ્તાઇથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવી હિમાયત પણ કરી હતી કે વાંધાજનક સંદેશોઓ પ્રસરાવવામાં શિક્ષિત લોકો પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે.

શિક્ષિત લોકોએ માત્ર આધારભૂત માહિતી પર વિશ્વાસ રાખી, તેવી જ માહિતી લોકો સુધી આપવી જોઇએ. જેથી અન્ય લોકોમાં પણ સરળતાથી અફવાઓનું ખંડન થઇ શકે આવા શિક્ષિત લોકો જો અફવા ફેલાવતા પકડાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.