ETV Bharat / state

દાહોદ શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે તાજીયા ઠંડા કરાયા

દાહોદ: કરબલાના શહીદોની યાદમાં દાહોદ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા યા હુસેનના બુલંદ નારા અને હેરતભર્યા કરતબો સાથે દસમા દિવસે તાજીયાના ઝુલુસ નીકળ્યા હતાં. દાહોદ શહેરના વિવિધ સ્થળોએ તાજિયા ફેરવી મધરાત્રી દરમિયાન છાબ તળાવમાં શાંતિપુર્ણ માહોલમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતાં.

etv bharat dahod
author img

By

Published : Sep 11, 2019, 1:12 PM IST

હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્ર ઈમામ હુસેન સહિતના સાથીઓએ કરબલા ખાતે સત્ય અને ધર્મ માટે શહાદત વહોરી હતી. જેની યાદમાં આસ્થા ભેર મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા સહિત શહેરમાં પણ આશરે ૨૨થી ૨૫ જેટલા સ્થળોએ કલાત્મક તાજીયાઓ બનાવીને ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ પર્વના દસમા દિવસે દાહોદ શહેરમાં આવેલી મસ્જિદમાં વાયજ પઠન કાર્યક્રમ યોજાયા હતાં.

દાહોદ શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે તાજીયા ઠંડા કરાયા

દિવસ દરમિયાન તાજીયા સ્થળોએ વિવિધ કરતબ કાર્યક્રમો યોજાયા હતાં. સાંજના સમયે દાહોદ શહેરના વિવિધ માર્ગો પર યા હુસેનના નારા સાથે તાજીયા નીકળ્યા હતાં જેમાં ડીજે અને ઢોલ નગારાના તાલે યુવાનો નાચતા જોવા મળ્યા હતાં. આ તાજીયામાં હિંદુ ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. દાહોદ શહેરમાં નીકળેલા વિવિધ ૨૨ જેટલા તાજિયાઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઐતિહાસિક છાબ તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતાં.

Intro:દાહોદ શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે તાજીયા ઠંડા કરાયા

કરબલાના શહીદોની યાદમાં દાહોદ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા યા હુસેનના બુલંદ નારા અને હેરતભર્યા કરતબો સાથે દસમા દિવસે તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા દાહોદ શહેરના વિવિધ સ્થળોએ તાજિયા ફેરવી મધરાત્રે દરમિયાન છાબ તળાવમાં શાંતિપુર્ણ માહોલમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા.

Body:હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્ર ઈમામ હુસેન સહિત ના સાથીઓએ કરબલા ખાતે સત્ય અને ધર્મ માટે શહાદત વહોરી હતી જેની યાદમાં આસ્થા ભેર મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા સહિત શહેરમાં પણ આશરે ૨૨ થી ૨૫ જેટલા સ્થળોએ કલાત્મક તાજીયા ઓ બનાવીને ઉજવણી કરવામાં આવી હતી મોહરમ પર્વના દસમા દિવસે દાહોદ શહેરમાં આવેલી મસ્જિદ માં વાયજ પઠન કાર્યક્રમ યોજાયા હતા દિવસ દરમિયાન તાજીયા સ્થળોએ વિવિધ કરતબ કાર્યક્રમો યોજાયા હતા સાંજના સમયે દાહોદ શહેરના વિવિધ માર્ગો પર યા હુસેનના નારા સાથે તાજીયા નીકળ્યા હતા ડીજે અને ઢોલ નગારાના તાલે યુવાનો નાચતા જોવા મળ્યા હતા આ તાજીયામાં હિંદુ ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેરમાં નીકળેલા વિવિધ ૨૨ જેટલા તાજિયાઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઐતિહાસિક છાબ તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા

પાસ સ્ટોરી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.