ETV Bharat / state

Dahod: દાહોદમાંથી ગુમ થયેલ આઠ બાળકોને પોલીસે શોધી કાઢી પરિવારજનોને સુપ્રત કરાયા

author img

By

Published : Aug 15, 2023, 12:24 PM IST

દાહોદ જિલ્લામાંથી આઠ બાળકો ગુમ થયા હતા. જે બાદ પોલીસે ગણતરીની કલાકોમાં ગોતીને પરિવારજનોને સુપ્રત કરાયા હતા. સ્કૂલના શિક્ષક દ્વારા શિસ્ત માટે ઠપકો આપતા ઉપરોક્ત પાંચેય બાળકો કોઈને કીધા વગર એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી ક્યાંક જતા રહ્યા હતા.

દાહોદ જિલ્લામાંથી ગુમ થયેલ આઠ બાળકોને પોલીસે શોધી કાઢી પરિવારજનોને સુપ્રત કરાયા

દાહોદ:જિલ્લાના લીમખેડા એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકોને શિસ્ત અંગે ઠપકો આપતા પાંચ બાળકો તેમજ દેવગઢ બારીયાના સિંગોર ગામના એક જ પરિવારની ત્રણ બાળકો ગુમ થઈ ગયા હતા. પોલીસે છ ટીમો બનાવી આઠે બાળકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પરિવારજનોને સુપ્રત કર્યા હતા.

દોડધામ મચી જવા પામી: લીમખેડા એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ 10 માં અભ્યાસ કરતા વિકાસભાઇ કમલેશભાઇ ભુરીયા રહે.સાહડા તા.ગરબાડા જી.દાહોદ, અંકુરભાઇ ભરતભાઇ સપનીયા સુવર રહે. રોઝમ તા.જી.દાહોદ (3) આકાશભાઇ જુવાનસિંગભાઇ સુવર રહે. છાસીયા તા.ઝાલોદ જી.દાહોદ (4) રવિન્દ્રકુમાર કિશનભાઇ બારીયા રહે.ડુંગર તા. ઝાલોદ જી.દાહોદ (5) ગોવિંદકુમાર ઇશ્વરભાઇ પારગી રહે.કરોડીયા તા ફતેપરા જી.દાહોદ વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલના શિક્ષક દ્વારા શિસ્ત માટે ઠપકો આપતા ઉપરોક્ત પાંચેય બાળકો કોઈને કીધા વગર એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી ક્યાંક જતા રહેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉપરોક્ત બનાવની જાણ શાળા સંચાલકોને થતા તેઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

ખળભળાટ મચી જવા પામ્યો: જ્યારે બીજા બનાવમાં દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ખેડા ફળિયાની એક જ પરિવારની ત્રણ બાળકીઓ વર્ષાબેન પ્રવીણભાઈ બારીયા 17 વર્ષ, રોશનીબેન નસીમભાઈ બારીયા 12 વર્ષ, તેમજ નિમિષાબેન આશિષભાઈ બારીયા 15 વર્ષ સહિત ત્રણ બાળકીઓ ઘરેથી ઓચિંતી ગુમ થઈ જતા પરિવારજનોમાં રીતસરની દોડધામ મચી જવા પામી હતી.જે બાદ ઉપરોક્ત બનાવની જાણ લીમખેડા દેવગઢ બારીયા પોલીસને કરવામાં આવતા સમગ્ર પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો. કારણકે તાજેતરમાં બાળકોને અપહરણ કરી ભીખ મંગાવતી ગેંગ દાહોદ જિલ્લામાંથી ઝડપાઈ હતી.

વહેલી સવારે મળી: ગુમ થયેલા બાળકોને પોલીસે એટલી ગંભીરતાથી લઈ પોલીસે હ્યુમન ટેકનિકલ સોર્સ ઉપયોગ કરતા આખરે ગુમ થયેલા પાંચેય બાળકોમાંથી ત્રણ બાળકો લીમખેડા બજારમાંથી તેમજ બે બાળકો દાહોદ બસ સ્ટેશનમાંથી હેમખેમ શોધી કઢાયા હતા. દેવગઢ બારીયા તાલુકામાંથી ગુમ થયેલા ત્રણેય બાળકોમાંથી વર્ષાબેન પ્રવીણભાઈ બારીયા ધાર્મિક પ્રવૃત્તિ વાળી હોવાથી કોઈ નજીકના ગામમાં દર્શનાર્થે જઈ શકે છે. તે અંગે અણસાર આવતા પાવાગઢ મંદિર પરિસરમાં નીચેના ગામમાં તપાસ કરતા પંચમહાલ જિલ્લાના દામાવાવ ગામે દેવલીકુવા ખાતેથી વહેલી સવારે મળી આવી હતી.

"દાહોદ જિલ્લાના બે અલગ અલગ બનાવો બનવા પામેલ જેમાં લીમખેડા એકલવ્ય મોડેલ સ્કૂલમાં પાંચ બાળકો જેમાં ત્રણ દસમા ધોરણમાં બે નવમા ધોરણમાં વહેલી સવારે કોઈને પણ કીધા વગર નીકળી ગયેલ ગુનાની ગંભીરતા ધ્યાને રાખી પોલીસે 6 ટીમો બનાવી હતી કારણ કે હાલમાં દાહોદ જિલ્લામાં બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઈ હતી અગાઉ પણ બાળકોના મિસિંગ થયેલ નાખી કેસ બનેલા હતા બાળકો ખોટા ના હાથમાં ન આવે ખોટું પગલું ના ભરે અને એટલા દૂર ન જતા રહે કે શોધવામાં તકલીફ પડે ત્વરિત એક્શન લઈ આ દાહોદની પોલીસ ટીમ દ્વારા પાંચેય બાળકોને રીકવર કરવામાં આવેલ છે જેમાં બે બાળકો દાહોદ બસ સ્ટેશનથી તથા ત્રણ બાળકો લીમખેડા બજારમાંથી મળી આવેલ છે"--રાજદીપસિંહ ઝાલા (ડીએસપી દાહોદ)

શાળામાં શિક્ષક: ઘણી વાર માતા પિતા અને કુટુંબમાં કલેશને કારણે જ બાળક અને શાળામાં શિક્ષક આકરી વલણના કારણે બાળક ના માણસ વિપરીત પ્રભાવ પડતા બાળકો ડિપ્રેશન સરી જતા તથા આકસ્મિક રીતે ખરાબ સોબતમાં પડી જતા ઘર છોડી ને જતા રહેતા હોય છે. જેને કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની જતું હોય છે. માટે બાળકોને શાળામાં માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે માનસિક ચિકિત્સા આપવામાં આવે તેવી લોકચાહના સેવાઈ રહી છે.

  1. Kutch News : સતત બીજા દિવસે જખૌ દરિયાકાંઠે ઝડપાયો કેફી દ્રવ્યોનો જથ્થો, બીએસએફનું સર્ચ ઓપરેશન સફળ
  2. Ahmedabad Crime: જમ્મુથી હથિયારો લાવી બોગસ લાયસન્સ બનાવી હથિયાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.