ETV Bharat / state

Dahod News: દાહોદ એલસીબીએ રાછરડા ગામે જુગાર રમતા 12 શકુનીઓને ઝડપી પાડ્યા - 12 Shakunis playing gambling at Rachhara village

હાલ રાજ્યમાં પોલીસે શ્રાવણીયા જુગારીઓ પર લાલ આંખ હોવા છતાં જુગારીઓમાં એક તરફ ફફડાટ અને એક તરફ બિન્દાસ જુગારીઓ આરામથી રમી રહ્યા હતા. જોકે દાહોદ એલ સી બી પોલીસે દાહોદના રાછરડા ગામે જુગારધામ ઘટના સ્થળેથી મોટી માત્રામાં રોકડ રકમ અને જુગાર રમાડવાનો 5,56,900નો મુદ્દામાલ સહિત કબ્જે લઇ આગળ તપાસ હાથ ધરી

Dahod News: દાહોદ એલસીબીએ રાછરડા ગામે જુગાર રમતા 12 શકુનીઓને ઝડપી પાડ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 10:58 AM IST

દાહોદમાં: જુગાર રમવા માટેની શ્રાવણ સિઝન શરૂ થઇ ગઈ છે. જેને લઇને પોલીસ પેટ્રોલીંગ અને બાતમીદારોને સાબદા કરી દીધા છે. દાહોદ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, રાછરડા ગામ હોળી ફળિયામાં પ્રકાશભાઈ રાજિયાભાઈ બબેરિયાએ બહારથી બીજા ઇસમોને બોલાવી જુગાર રમતા કેટલાક લોકો જુગાર રમવાની મજા લઇ રહ્યા છે.

પોલીસે જુગાર રમતા 12 જુગારીઓ પાસેથી 556900 નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝડપથી પૈસાદાર બનવા અને પોતાના શોખ જુગાર અને સટ્ટા ખેલવાને કારણે કદી કોઈ માનવી કે ઘર આગળ નથી આવ્યું. આપણે સૌ એક સંકલ્પ કરી આજથી તમામ પ્રકારના જુગારો સ્વેચ્છાએ ત્યજી ધાર્મિક ભાવના મજબૂત બનાવવાની જરૂર છે.--" કે.ડી. ડીંડોડ (દાહોદ એલસીબી પી આઈ)

આ આરોપીઓ પોલીસના હાથે: દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે પ્રકાશભાઈ બબેરીયા ના ઘરે રેડ પાડતા મનુભાઇ રાજીયાભાઇ બબેરીયા ,મેહુલભાઇ કાંતીલાલ ભરપોડા , ઉમેદસિંહ રુપસિંહ ધાનકી ચંદનભાઇ લક્ષ્મણસિંહ નીમચીયા ,સુરેન્દ્રસિંહ ઉદેસિંહ કઠાલીયા, ઓમપ્રકાશ મનહરભાઇ દરજી, દિપકભાઇ બાબુભાઇ પડવાલ અક્ષયભાઇ સુરેન્દ્રસિંહ હાડાગીરીશભાઇ ઉર્ફે ગુમાભાઇ મનુભાઇ ખચ્ચરકમલેશભાઇ સુરેન્દ્રસિંહ બાકલીયાપ્રિતમકુમાર ભારતસિંહ દાતલામહેન્દ્રસિંહ દિલીપસિંહ બેરાવત મળીને કુલ 12 લોકો તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા તેમની પાસેથી રોકડા રૂપિયા 91,600 ઉપરાંત 11 મોબાઈલ તેની કિંમત 1,20,500 તથા 7 વાહનો 3,30,000 સહિત 5,56,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જુગાર રમતા અને રમાડતા કોઈપણ ઈસમને બક્ષવામાં આવશે નહીં. પકડાયેલા જુગારમાં 12 લોકોની ધરપકડ કર્યા બાદ ખબર પડી કે આ તમામ માલેતુજાર પરિવારના બાળકો છે. પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ આવી હતી,પોલીસ સ્ટેશનની બહાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા મોટા પરિવારના લોકો ટોળે વળેલા દેખાયા હતા.

  1. Dahod LCB: દાહોદ LCB પોલીસે તેલંગાણામાં 40 લાખની ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો
  2. Dahod: દાહોદમાંથી ગુમ થયેલ આઠ બાળકોને પોલીસે શોધી કાઢી પરિવારજનોને સુપ્રત કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.