ETV Bharat / state

દાહોદમાં ત્રણ સ્થળે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલના અમલનો પ્રારંભ - Dahod Collector Vijay Kharadi

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રાજમાર્ગો પર આવેલા વિવિધ સર્કલો પર વાહનોના ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવેલા છે. આ ટ્રાફિક સિગ્નલોમાંથી પ્રાયોગિક ધોરણે ત્રણ સિગ્નલો શરૂ કરવામાં આવ્યા છે.

traffic signal
દાહોદમાં ત્રણ સ્થળે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલના અમલનો પ્રારંભ
author img

By

Published : Oct 2, 2020, 1:30 AM IST

દાહોદઃ દાહોદ નગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત વાહનોના નિયમન માટે લગાવવામાં આવેલા ટ્રાફિફ સિગ્નલનો ત્રણ સ્થળોથી પ્રાયોગિક ધોરણે અમલ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનુસાર હવે અહીં ગ્રીન, રેડ અને યેલો લાઇટની પ્રણાલીને વાહનચાલકોએ અનુસરવાનું રહેશે.

traffic signal
દાહોદમાં ત્રણ સ્થળે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલના અમલનો પ્રારંભ

શહેરના સરસ્વતી સર્કલ, સ્વામી વિવેકાનંદ સર્કલ અને ભગિની સમાજ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત મૂકવામાં આવેલા ટ્રાફિક સિગ્નલનો પ્રાયોગિક ધોરણો અમલ શરૂ કરવામાં આવ્યો હોવાનું કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, લોકોમાં ટ્રાફિકની બાબતમાં અનુશાસન આવે અને ટ્રાફિકના નિયમો માટે લોકોમાં જાગૃતિ આવે એવો હેતું રહેલો છે. સ્માર્ટ સિટી તંત્ર દ્વારા એડોપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના અમલ માટે પોલીસ તંત્રના 15 જવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમજ કહ્યું કે, એડોપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો નગરમાં તબક્કાવાર અમલ શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.