તો આ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, ઝાલોદ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીને રિમાન્ડ દરમિયાન માર ન મારવા માટે પોલીસે ફરિયાદી પાસેથી રૂપિયા 40,000ની માંગણી કરી હતી. એટલે ફરિયાદીને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવાની ફરજ પડી હતી. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ફરિયાદના આધારે છટકું ગોઠવીને મહીપ દવાખાના નજીક લાંચના રૂપિયા લેતાં પોલીસકર્મીને નાણાં લેતા રંગે હાથે ઝડપ્યો હતો.
આમ, ACB ટીમે લાંચના રૂપિયા સાથે પોલીસ કોન્સ્ટેબલ ગંગાદાસ ચારણને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસકર્મીએ લાંચ લેતા ઝડપાયો હોવાની વાત વાયુવેગે જિલ્લાભરમાં પ્રસરી જતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત પોલીસ કર્મચારી દ્વારા ફરિયાદી પાસે લાંચના માંગણીમાં સાહેબના, રાઇટરના અને પોતાનો ભાગ મળીને 40,000 રૂપિયાની માંગણી કરી હોવાનો મોબાઈલ ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહ્યો છે. આ ઓડિયો ક્લિપિંગ પ્રમાણે, લાંચિયા પોલીસ કર્મચારી સાથે વધુ બે આરોપીઓના નામ ફરિયાદમાં આવ્યા નથી. જેથી એન્ટી કરપ્શન બ્યુરોના કર્મચારીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે.