દાહોદ: દાહોદ જિલ્લામાં ગુરુવારે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ 42 કેસો પૈકી 10 એક્ટીવ કેસ રહેવા પામ્યા છે. ગુરુવારે દાહોદમાં 87 સેમ્પલોના રિપોર્ટ આવ્યા હતા અને જેમાંથી પાંચ પોઝિટિવ આવ્યા છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેેેસ સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જેમાં ગુરુવારે સામે આવેલા આ પાંચ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટ્રેસીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે આ વ્યક્તિઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટાઇઝેેેશન સહિતની આરોગ્યલક્ષી કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત ઘણા દર્દીઓએ કોરોનાને માત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી.