ETV Bharat / state

દાહોદમાં કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

દાહોદ: જિલ્લામાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ ન મળતા તેમના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે  વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે જ જો સમયમર્યાદામાં કોલેજમાં પ્રવેશ મળશે નહીં તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે.

દાહોદ કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, વિદ્યાર્થીઓના ધરમના ધક્કા
author img

By

Published : Jul 13, 2019, 10:06 AM IST

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદમાં લોકો પાસે ઓનલાઇનની સુવિધાનો અભાવ છે. જેના કારણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી શક્યા નથી. ત્યારે દાહોદમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા તેમનું ભાવિ ધૂંધળું બન્યું છે. દાહોદ કોલેજમાં વિદ્યાર્થીઓ વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માટે આટાંફેરા કરી રહ્યાં છે. રોજિંદા કોલેજમાં પ્રવેશ માટે ધરમધક્કા ખાવા છતાં પણ કોલેજમાં પ્રવેશ નહીં મળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દાહોદ કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, વિદ્યાર્થીઓના ધરમના ધક્કા

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કોલેજોમાં પ્રવેશ અપાવવા ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે. જો સમયમર્યાદામાં વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ નહી મળે તો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારી છે. ગ્રામ્યપંથકના યુવકો કોલેજમાં પ્રવેશથી વંચીત રહ્યાં હોવાના કારણે તેમના ભવિષ્યની ચિંતા કરી દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન કનૈયાલાલ કિશોરીએ પણ યુનિવર્સિટીને પત્ર લખી ઘટતું કરવા જણાવ્યું હતું.

Intro:દાહોદ કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા તેના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો

દાહોદ કોલેજમાં પ્રવેશ અપાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા વિદ્યાર્થીઓ

દાહોદ પંથકમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ નહીં મળવાના કારણે તેમના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયો છે જેના કારણે આ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટર ને પ્રવેશ અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો સમયમર્યાદામાં કોલેજમાં પ્રવેશ નહીં મળે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લા પંથકમાં લોકો પાસે ઓનલાઇન ની સુવિધા નો અભાવ છે તેમજ નેટ ધાંધિયા રહેતા હોવાના કારણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી શક્યા નથી જેના કારણે દાહોદ વિસ્તારમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા તેમનું ભાવિ ધૂંધળું બન્યો છે દાહોદ કોલેજ મુકામે રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માટે આટા ફેરા મારી રહ્યા છે રોજિંદા કોલેજમાં પ્રવેશ માટે ધરમધક્કા ખાવા છતાં પણ કોલેજમાં પ્રવેશ નહીં મળતા રોષે ભરાયેલા યુવકોએ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, આદિવાસી પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો હિત ધ્યાને રાખીને કોલેજોમાં પ્રવેશ અપાવવા ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે જો સમયમર્યાદામાં વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ નહિ મળે તો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ની ચીમકી પણ ઉચ્ચારી છે ગ્રામ્યપંથકના યુવકો કોલેજમાં એડમિશનથી વંચીત રહ્યા હોવાના કારણે તેમના ભવિષ્યની ચિંતા કરી દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન કનૈયાલાલ કિશોરીએ પણ યુનિવર્સિટીને પત્ર લખી ઘટતું કરવા જણાવ્યું છે.

પ્રવેશથી વંચિત વિદ્યાર્થી - ભુરીયા અર્જુન

દાહોદ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા પ્રમુખ- ભુરીયા રોહિતBody:

દાહોદ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા પ્રમુખ- ભુરીયા રોહિતConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.