આ સાથે જ આ વીજળી બકરા ચરાવી રહેલી મહિલા પર પડી હતી. જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઝાપટીયા ગામમાં મહિલાનું મૃત્યુ થતા શોકનો માહોલ સર્જાયો છે.
દાહોદમાં છેલ્લાં પખવાડિયાથી વરસાદે હાથતાળી દેતા ધરતીપુત્રો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સાથે ચિંતામગ્ન બન્યા છે. દિન-પ્રતિદિન વધી રહેલા ઉકળાટ વચ્ચે ખેડૂતો વરસાદ આવવાની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે દેવગઢ બારીયાના ઝાપટીયા ગામમાં પવન ફૂંકાયો હતો. આ સમય દરમિયાન બકરાં સહિત પશુધન લઈને ખેતરમાં ચરાવવા ગયેલી મણીબેન નામની મહિલા બાવળના વૃક્ષ પાસે ઊભી હતી. ત્યારે એકાએક અવકાશી વીજળી મહિલા પર ત્રાટકી હતી.
મહિલા પર અવકાશી વીજળી પડવાના કારણે તેમજ તેની ઉર્જા સહન નહીં થવાના કારણે તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ ગામમાં પ્રસરી જતા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. તેમજ ગ્રામજનો દ્વારા વહીવટીતંત્રને આ બનાવની જાણ કરવામાં આવી છે.