સેલવાસ: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન કીટનું વિતરણ કરાયુ હતું. કુલ 59 હજાર બાળકોને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવાની કામગીરી અંતર્ગત શુક્રવારે સેલવાસ નગરપાલિકાની ઝંડા ચોક હિન્દી મીડીયમ સ્કૂલમાં બાળકોના વાલીઓને સલામત અંતરે ઉભા રાખી અનાજની કીટ વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
10,700 બાળકોને મધ્યાહન ભોજનની કીટ વિતરણ કરાઈ આ વિતરણ અંતર્ગત સેલવાસ નગરપાલિકા સંચાલિત શાળાઓના 10,700 બાળકોના વાલીઓને સ્કૂલમાં બોલાવી સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી બાળકો માટેના પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. મધ્યાહન ભોજનની આ કિટમાં ચોખા-તુવર દાળ અને તેલ આપવામાં આવ્યું હોવાનું શાળાના શિક્ષકો અને વ્યવસ્થાપકે જણાવ્યું હતું.
10,700 બાળકોને મધ્યાહન ભોજનની કીટ વિતરણ કરાઈ પ્રશાસન દ્વારા કીટ વિતરણ દરમિયાન જે બાળકો ગુજરાતના લવાછા જેવા ગામથી સેલવાસ સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે. તેવા બાળકોના વાલીઓને લોકડાઉનમાં મુશ્કેલી ના પડે તે માટે ગામમાં જઈ ઘરેઘરે મધ્યાહન ભોજનની કિટ પહોંચાડવામાં આવી હતી.
10,700 બાળકોને મધ્યાહન ભોજનની કીટ વિતરણ કરાઈ