સેલવાસ: સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ(Selvas Crime Branch team ) સેલવાસ રિંગ રોડ ઉપરથી મહારાષ્ટ્ર તરફ જતા ટેમ્પો નંબર MH-04-JK-9286ને અટકાવી ચેક કરતા ટેમ્પમાંથી પાસ પરમીટ વગરના 11 ટન ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 11 ટન ખેરના લાકડા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
11 ટન લાકડા સાથે ટેમ્પો ચાલક પકડાયો
દાદરા નગર હવેલી ક્રાઇમ બ્રાન્ચ (Dadra Nagar Haveli Crime Branch)દ્વારા બાતમીના આધારે ખેરના 11 ટન લાકડા ભરેલ ટેમ્પો (Smuggling of timber in Selvas )કબજે કર્યા છે અને એક આરોપીને ઝડપી પાડવામા આવેલ છે. DNH એસપી હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશમા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બપોરના સુમારે સેલવાસ રિંગ રોડ પર ટેમ્પો નંબર MH-04-JK-9286ને ઉભો રાખી તપાસ કરતા પાસ પરમીટ વગરના ખેરના 11 ટન જેટલા લાકડા ગેરકાયદે લઇ જવાઈ રહ્યા હોવાનુ જણાઈ આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ DNH By Election Result 2021: શિવસેનાનાં કલાબેન ડેલકરનો 50,677 મતથી ભવ્ય વિજય
ટેમ્પોમાં ભરેલા ખેરના લાકડાથી ટેમ્પો ચાલક અજાણ
ઘટના અંગે મુંબઇના ટેમ્પો ચાલક શિવકુમાર ગાળા રાજભરની પૂછપરછમાં તેમણે જણાવ્યુ હતુ કે આ ટેમ્પો મને કોઈએ જણાવેલ એડ્રેસ પર મૂકી આવવા જણાવ્યુ હતુ મને એ નથી ખબર કે આ ટેમ્પોમા શુ ભર્યું છે. આરોપી મુંબઈનો રહીશ છે. ટેમ્પો અને ખેરના લાકડા અંદાજીત 18 લાખના છે. પોલીસ વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરી દાદરા નગર હવેલી વન વિભાગને સુપ્રત કર્યો છે. તેમજ વન વિભાગ સાથે મળી સેલવાસ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
આ પણવાંચોઃ DNH પેટાચૂંટણી: મોહન ડેલકરના પત્ની કલાબેનની 50677 મતથી જીત, ભાજપ-કોંગ્રેસને આપી હાર