- છોટાઉદેપુરમાં નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા પોલીસકર્મીઓના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું
- નાગરિકોએ ગુજરાત પોલીસના સમર્થનમાં વિવિધ રજૂઆત પણ કરી હતી
છોટાઉદેપુરઃ સમગ્ર રાજ્યમાં અત્યારે પોલીસ ગ્રેડ પે મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુરમાંથી કેટલાક નાગરિકો ગુજરાત પોલીસના સમર્થનમાં ઉતર્યા છે. આ નાગરિકોએ ગુજરાત પોલીસના હક અધિકાર માટે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે ગુજરાત પોલીસના સમર્થનમાં તેમનો ગ્રેડ પે વધારવા સહિતની વિવિધ રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે તમામ માગણીઓને વહેલી તકે સંતોષવા માટે પણ માગ કરી હતી.
પોલીસના કારણે જ શાંતિથી તહેવારો ઉજવી શકીએ છીએઃ નાગરિકો
આવેદનપત્ર આપવા આવેલા નાગરિકોએ કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષા અને સલામતીમાં પોલીસનો ખૂબ મોટો ફાળો છે. પોલીસના કારણે જ આપણે તહેવારો અને પ્રસંગો શાંતિથી ઉજવી શકીએ છીએ. ગુજરાત પોલીસનું ઋણ અદા કરવા નાગરિકોએ પોલીસનું સમર્થન કર્યું હતું. સાથે જ નાગરિકોની ઉચ્ચ અધિકારીઓના માધ્યમથી સરકારને રજૂઆત છે કે, પોલીસના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો- Grade pay issue : વિરોધ કરનાર કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ, ગુજરાતમાં આ રીતની પ્રથમ ફરિયાદ
આ પણ વાંચો- વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો