ETV Bharat / state

છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં

એક તરફ કોરોના વાઈરસ તમામ લોકોની સમસ્યાઓ વધારી રહ્યું છે તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના ભોરદા ગામમાં હજી પણ લોકો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. એક તરફ સરકાર નર્મદાનું પાણી દરેક જિલ્લામાં પહોંચાડવાની વાત કરે છે, પરંતુ નર્મદા કેનાલને જ અડીને આવેલા આ ગામને જ નર્મદાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. છોટાઉદેપુરના આ ગામમાં લોકો હજી પણ પાણી માટે વલખાં મારતા દેખાઈ રહ્યા છે. અહીં હેન્ડપંપમાંથી લોકો પાણી ભરી જાય છે, જે ખૂબ જ ક્ષારયુક્ત હોય છે.

છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં
છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં
author img

By

Published : Dec 21, 2020, 9:37 AM IST

  • કોરોના મહામારી વચ્ચે પીવાના પાણીની સમસ્યા
  • હેન્ડપંપમાં પાણી ક્ષારયુક્ત આવતા પાણીની સમસ્યા
  • ઉનાળાની શરૂઆત અગાઉ પાણીનો પોકાર
    છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં
    છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં

છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાનું એક એવું ગામ કે જે નર્મદા કેનાલને અડીને આવેલા હોવા છતાં પીવાના પાણી સમસ્યા સર્જાઈ છે. ગામમાં બોર અને હેન્ડપંપમાં જે પાણી આવે છે તે ક્ષારયુક્ત હોવાથી પીવાલાયક નથી. આથી ગામની મહિલાઓ નર્મદાના કેનાલ પાસે આવેલા હેન્ડપંપ પર પાણી ભરવા માટે જાય છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું ભોરદા ગામ કે જે ગામ 3 હજારની વસ્તી ધરાવે છે. ગામમાં ટાંકી છે હેન્ડપંપ છે. સરકારી યોજનાનો સંપ પણ છે તેમ છતાં ગામની મહિલાઓ ગામથી દૂર એક કિમી દૂર આવેલા નર્મદાની મુખ્ય કેનાલ પાસે આવેલ એક હેન્ડ પંપ પર મહિલાઓ પાણી ભરવા જાય છે. વર્ષો પહેલા ગામમાં હેન્ડપંપ બનાવ્યા હતા પણ ક્ષારયુક્ત પાણીને લઈ આજે કાટ લાગી ગયો છે. હેન્ડ પંપ સડી ગયા છે તો ક્ષારયુક્ત પાણીને લઈ ગામની ગ્રામ પંચાયતની ટાંકી પણ જર્જરિત થઈ ગઈ છે. પાણીની લાઈન કરી ગામ સુધી પાણી લાવવા ગ્રામજનોએ માગ કરી છે.

આવું ગંદું પાણી પીવાથી ચામડીના રોગો થાય છે

સ્થાનિકોનું કહેવું છે કે, આ સમસ્યા આજની નથી. ગામમાં આવેલા હેન્ડપંપમાં જે પાણી આવે છે તે પાણી પીવાલાયક નથી. ક્ષારયુક્ત પાણી આવે છે. કેનાલ પાસે પીવાલાયક પાણી મળે છે તે પાણીની લાઈન કરી તેમના ગામ સુધી પાણી લાવવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી છે. ગામના લોકો વર્ષો પહેલા ગામના બોરનું પાણી પીતા હતા. તેઓને ચામડીના રોગ જેવા અનેક રોગોના ભોગ બનવું પડ્યું હતું. ગામના મોટા ભાગના લોકોને પથરીની તકલીફ છે. ગામના લોકોની માગ છે કે, વડાપ્રધાનની "નલ સે જળ" યોજનાનો લાભ જલ્દી ગામના લોકોને મળે તેવી માંગ ઊઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.