છોટા ઉદેપુર : છોટા ઉદેપુરના ચિલરવાટ ગામના અને હાલ (Daughter of Chhota Udepur) હાલોલ ખાતે રહેતી એક દીકરીએ પોતાના પરિણામથી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ દીકરી દિવ્યાગ હોવા છતાં મજબૂત મન રાખીને પોતાનું સપનુ સાકાર કર્યું છે. પોતાનું સપનું સાકાર કરતા રાજ્યના લોકોને નવો માર્ગ આપ્યો છે. શું છે સમગ્ર ઘટના જૂઓ વિગતવાર...
એક દિવ્યાંગ દીકરી - છોટા ઉદેપુરના ચિલરવાટ ગામના અને હાલ હાલોલના, નવાકૂવા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નારણ રાઠવાને ત્રણ દીકરી સાથે રહે છે. નારણ રાઠવાની, ત્રણ દીકરી પૈકીની વચ્ચેની દીકરી, સ્નેહા માત્ર સાત વર્ષની ઉંમરે બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન મકાનની છત ઉપર પતંગ ઉડાડતી વખતે જીવંત વીજ વાયરનો સ્પર્શ થઈ જતાં સ્નેહા સમગ્ર શરીરે 90 ટકા જેટલી દાઝી ગઈ હતી.
અડગ મનની દીકરી - સોસાયટીના રહીશો અને સ્નેહાના પરિવારજનો દ્વારા સ્નેહાને બાચવવા સારવાર અર્થે હોસ્પિટલ દોડી ગયા હતા. પરંતુ, સ્નેહાને બચાવવા બન્ને હાથને કોણીથી કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ, અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી, એ યુક્તિને સાર્થક કરતી સ્નેહાએ બાળપણમાં પોતાની મજબૂરીને તાકાત બનાવી, અદમ્ય ઈચ્છા શક્તિ સાથે, પોતાની માતાને સ્કૂલ સુધી દોરી જઈને આગળ અભ્યાસ કરવાની વાત મૂકી હતી.
આ પણ વાંચો : તુ ચીજ લાજવાબ તેરા કોઈ ના જવાબઃ જુઓ આ કૂકડાને તે જ્યા સુધી દારૂ ન પીવે, ત્યા સુધી તેની સવાર થતી નથી
જીજ્ઞાશા જાગતાં સ્નેહાની ફતેહ - કપાઈ ગયેલા બન્ને હાથ હોવા છતાં ઉચ્ચ અભ્યાસની જીજ્ઞાશા જાગતાં સ્નેહાને સુરતની એક દિવ્યાંગ સંસ્થામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ શરૂ કર્યો હતો. સંસ્થાના અથાગ પ્રયત્નો અને માતા પિતાના આશિર્વાદથી સ્નેહાના મોતીના દાણા જેવા અક્ષર, કલાત્મક ચિત્રો કે, જે સામાન્ય માણસ પણ ન કરી શકે અને એટલી જ સ્પીડથી એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગની આવડતથી સ્નેહા ધોરણ 12 કોમર્સમાં 91 ટકા (Chhota Udepur STD 12 Result) મેળવી માતાપિતા સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
સ્નેહાએ સફળતા વિશે જણાવ્યું - સ્નેહાએ મેળવેલ સફળતા પાછળનું કારણ જણાવ્યું હતું કે, ભલે બંને હાથ કપાઈ ગયા બાદ પણ મજબૂત મનોબળ તૂટ્યું નથી. સ્નેહાને હવે UPSC અને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી કલેકટર બની રાષ્ટ્ર સેવા કરવાનો સંકલ્પ લીધો છે.
આ પણ વાંચો : સિમાને કોઇ સીમા રોકી શકતી નથી : 10 વર્ષની બાળકીએ કરી બતાવ્યું આ કામ...
દીકરીએ આપ્યા માબાપને ખુશીના આંસુ - દિવ્યાંગ દીકરી સ્નેહા રાઠવાએ મેળવેલ સિદ્ધિને કારણે છોટા ઉદેપુરના ખોબા જેવડાં ચિલરવાટ (Pride of Chhota Udepur) ગામમાં એક ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, ત્યારે સ્નેહના પિતૃક ગામમાં, સૌ કોઈ સ્નેહાનું ઉમળકાભેર સ્વાગત કરી મનોબળને મજબૂત બનાવ્યું છે. તો સ્નેહાના પરિવારજનોએ દીકરીએ મેળવેલ સિદ્ધિથી આખા ગામના લોકોને પેંડા ખવડાવ્યા હતા. દીકરીએ મેળવેલ આ સફળતાથી માતા પિતાની આંખોમાં ખુશીનાં આંસુ રોકી શક્યા ન હતા.