ETV Bharat / state

છોટા ઉદેપુરમાં રાઠવા સમાજના જાતિના દાખલાના વિવાદ મામલે વાગી રહ્યા છે આંદોલનના ભણકારા

આદિવાસી રાઠવા સમાજના જાતિના દાખલાનો વિવાદ ફરી એકવાર આંદોલનનું (Controversy over the Caste Certificate of Rathwa community) રૂપ ધારણ કરી રહ્યો છે. છોટા ઉદેપુરમાં શુક્રવારે રાઠવા જાતિના ભાજપ-કોંગ્રેસના નેતાઓ સહિત મોટી સંખ્યામાં રેલી (Rally in Chhota Udepur) કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

author img

By

Published : Jan 22, 2022, 7:12 AM IST

Rathwa community in Chhota Udepur
Rathwa community in Chhota Udepur

છોટાઉદેપુર: જિલ્લામાં સૌથી વધુ રાઠવા જાતિના (Rathwa community in Chhota Udepur) લોકો વસવાટ કરે છે. અહીંથી ભાજપના લોકસભાના સાંસદ ગીતા રાઠવા છે અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા તેમજ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે ધારાસભ્યો પણ રાઠવા જ છે. જેથી સમજી શકાય છે કે અહીં રાઠવા જાતીનું કેટલું પ્રભુત્વ છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાઠવા જાતિ ઉપર આદિવાસી (Controversy Chhota Udepur) હોવા અંગે સવાલો ઉભા થયા છે. મોટાભાગના રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડ ઉપર કોળી શબ્દ હોવાથી કેટલીક ગુંચવણ ઉભી થઇ છે.

છોટા ઉદેપુરમાં રાઠવા સમાજના જાતિના દાખલાના વિવાદ મામલે અપાયું જિલ્લા કલેક્ટરને આવેદન

છોટાઉદેપુર જિલ્લામાં વાગી રહ્યા છે આંદોલનના ભણકારા

કોળી શબ્દ હોવાથી સરકારી નોકરીમાં પસંદગી થયેલા રાઠવા જાતિના ઉમેદવારો ઉપર તેમના જાતિના દાખલા (Controversy over the Caste Certificate In Chhota Udepur) સામે વિશ્લેષણ સમિતિ દ્વારા નોટિસો પાઠવી નિમણૂક અટકાઈ દેવાઈ છે. તો કેટલાકને નોકરી શરૂ થઈ ગઈ છે છતાં તેમણે નોટિસો બજવી પુરાવા માગવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા જાતિના દાખલાના વિવાદને લઈ ફરી છોટાઉદેપુર જિલ્લામાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરાઈ

રાઠવા જાતિના દાખલા મુદ્દે છોટાઉદેપુર જિલ્લામાં 2013થી આંદોલનો થઈ રહ્યા છે પરંતુ આજદિન સુધી પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાછલા વર્ષોમાં ધરણાં પ્રદર્શન, રસ્તા રોકો આંદોલન સહિત, અનેક અહિંસક તેમજ હિંસક આંદોલનો થયા છે. આ મામલે કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે, તો સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરાઈ છે. સમયાંતરે શાસનમાં બેસેલા નેતાઓ દ્વારા હૈયા ધારણા આપી મામલાને થાળે પાડી દેવાય છે.

આગામી દિવસોમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારાઈ

આજે ફરી સરકારની નીતિ સામે વિરોધ આંદોલનની દિશામાં જઈ રહ્યો છે. શુક્રવારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા, ભાજપના જિલ્લા સંગઠન પ્રધાન પ્રોફેસર શંકર રાઠવા સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં રાઠવા જાતિના લોકોએ સરકાર સામે બાયો ચઢાવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આગામી દિવસોમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: BJP Core Committee Announced : પ્રદેશ ભાજપે જાહેર કરી કોર કમિટી, 12 સભ્યોનો કરાયો સમાવેશ

આ પણ વાંચો: Gujarat BJP Retaliate : સરકાર કોરોના સામે લડવા સક્ષમ, કોંગ્રેસ કોરોના ઉપર રાજનીતિ બંધ કરે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.