રેલવેએ હજારો યાત્રિકો માટે સસ્તી અને સલામત યાત્રા માટે જૂની સેવા છે. ત્યારે રેલવે સ્ટેશનની સ્વચ્છતા સુંદરતા અને અદ્યતન સેવાઓ માટે સતત મથામણ કરતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલ ગુપ્તા દ્વારા પાલનપુરથી અમદાવાદ સુધી સ્પેશયલ ટ્રેનમાં મુસાફરી કરી રેલ ક્ષેત્રે જોડાયેલા રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક, રેલવે બ્રિજ, રેલવે સિગ્નલ, રેલવે ફાટક અને રેલવે સ્ટ્રક્ચર સહિત જેટલા પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તે તમામને સલામતી અને વપરાશના ભાગ રૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેનું નિરીક્ષણ કરી જે કોઈ ક્ષતિ હોય તેને દૂર કરવા અને કોઈ અન્ય તકલીફ જણાય તો તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા પ્રયાસ કરાયો છે. રેલવે વિભાગ દ્વારા દર વર્ષે વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. જેમાં જનરલ મનેજર સહિત કમિશ્નર ઓફ રેલવે સેફટી અને DFC સહિતના અધિકારીઓની ટીમ સાથે આવી વિશેષ નિરીક્ષણનું આયોજન કરાયું હતું.
પશ્ચિમ રેલવેના આ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન સ્થાનિક લોકોની સમસ્યાને પણ સાંભળવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝા, વિસનગર, ખેરાલુ, મહેસાણા સહિતના રેલવે સ્ટેશનો પરની કેટલીક સુવિધા માટે મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ દ્વારા GMને રૂબરૂ રજુઆત કરી પત્ર આપવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા રેલવે સ્ટેશન પર ગોપીનાળા પાસે ટ્રાફિકની સમસ્યા માટે એક પોઇન્ટ મુકવા અને માલગોડાઉન વિસ્તારથી રેલવે સ્ટેશન સુધી રસ્તો બનાવવા પરવાનગીની માંગ કરાઈ છે. સાથે જ નવીન નિર્માણ પામી રહેલા વિસનગર રેલવે સ્ટેશન પર કેટલીક સુવિધાઓ વધારવા પણ સ્થાનિકો દ્વારા કરાયેલી માંગણી મામલે GMને રજૂઆત કરાઈ છે.
મહત્વનું છે કે, આજે દેશની દિશા બદલાઈ રહી છે ત્યાં રેલવે તંત્ર પણ પ્રવાસીઓની નજરનું નજરાણું બનવા જઈ રહ્યું છે. ત્યારે મહેસાણા રેલવે સ્ટેશન પર વાયરલેસ કનેક્ટિવિટીથી લાઈટો અને પાંખનું સંચાલન કરવાનો એક ડેમો પણ GMને નિર્દેશન કારવામા આવ્યું છે. ત્યારે વિવિધ ક્ષેત્રે નિર્દેશન કરતા GM દ્વારા મહેસાણા રેલવે સ્ટેશન પર નિર્માણ પામી રહેલ એક્સીલેટર સિડીનું કામ ત્વરિત પૂર્ણ કરવા ખાસ ટકોર કરવામાં આવી હતી. મિકેનિકલ ટીમને સીધો જ આદેશ કરી રેલવે ટ્રેકના પાટા ખસેડવાની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મહેસાણાની મુલાકાતે હોઈ સ્થાનિકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે રેલવે સુરક્ષા માટે જનજાગૃતિ લાવવા અમદાવાદની એક મંડળ દ્વારા રેલવે જાગૃતિ માટે નાટીકા રજૂ કરી રેલ સુરક્ષાના નિયમો પાડવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે GM દ્વારા મહેસાણા ખાતે નિર્મિત અદ્યતન નવીન રેલવે સ્ટેશન પર રેલ ટ્રેકનું કામ શરૂ કરવા આગામી ત્રણ મહિનાની તૈયારીઓ બતાવાઈ છે ત્યારે યાત્રિકો પણ નવીન રેલવે સ્ટેશન પર ટ્રેન આવે તે માટે આતુર બન્યા હતા.