આ ખબર આવતા જ સમગ્ર દેશ સાથે સાથે બોલીવુડે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું અને તમામ લોકો અભિનંદનના પરત ફરવાની વાટ જોઈ રહ્યા છે. આ ખબર સામે આવતા જ તાપસી પન્નુ, ભંડારકર અને વિશાલ દદલાનીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત બોલીવુડના ડાયરેક્ટર મિલાપ જાવેરી અને એક્ટ્રેસ સોનલ ચોહાણએ પણ ખુશી વ્યક્ત કરી છે.
ડીઝાઈન ફોટો
મધુર ભંડારકરે આ ખબરને Great News કહ્યા તો તાપસી પન્નુનું કહેવું છે, કે હવે મારા ચહેરા પર સ્મિત આવ્યુ છે. હવે થોડી રાહ છે. વિશાલ દદલાનીએ હાથ જોડતા કહ્યુ કે યુદ્ધને ના છે. સોનલનું કહેવું છે કે, આ ખબરથી મારો દિવસ બન્યો છે. મિલાપ જાવેરીએ કહ્યુ કે, હું આશા કરુ છું કે, માત્ર અભિનંદનનું સ્વાગત નહીં કરીશું સાથે અમન અને શાંતિનું પણ સ્વાગત કરીશું.
ડીઝાઈન ફોટો
અભિનેતા રાહુલ દેવએ લખ્યુ કે 'Wing Commander Abhinandan will be back home to safety with his family tomorrow. More than happy to acknowledge the good tidings'.