- બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીએ જન્મ દિવસની કરી અનોખી ઉજવણી
- સ્કૂલ માટે દાન આપવામાં આવે તેવી સંસ્થા દ્વારા અપીલ
- સંસ્થા દ્વારા અપાઇ છે શિક્ષણ, રોજગાર અને પુન:વસનની તાલીમ
બોટાદ: શહેરની આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંદબુદ્ધિના બાળકોને શિક્ષણ, રોજગાર અને પુનઃવસન માટેની તાલીમ આપવામાં આવે છે. જેમાં આજ સંસ્થામાં આવતા વિદ્યાર્થી અર્જુન જીતેન્દ્રભાઈ બુધ્ધભટ્ટીએ 3 નવેમ્બર 2020ના રોજ પોતાનો જન્મ દિવસ હોવાથી જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા દાન અપાયુ
જેમાં આ વિદ્યાથી દ્વારા પોતાના જન્મ દિવસ નિમિતે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોની નવી સ્કુલ માટે 11,111 નો ચેક આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઇ ઉપાધ્યાય અને મહિપાલભાઈ વાઘેલાને અપર્ણ કર્યો હતો. દિવ્યાંગ વિદ્યાથી દ્વારા દાન આપી સનવા સ્કુલ માટે એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેને લઈ અન્ય દાતાઓ દ્વારા પણ નવી સ્કુલ માટે દાન આપવામાં આવે તેવી સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.