- બોટાદના કુલ 68 ગામોને આ યોજનાનો મળશે લાભ
- ગઢડા તાલુકાના 30 ગામોના ખેડૂતોને મળશે લાભ
- ખેડૂતો દિવસે હવે ખેતીના કામો કરી શકશે
બોટાદ : દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનથી ગુજરાતના ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે અને ખેડુતોને ફાયદો થશે. જેમાં ખેડૂતોને સાવરે 5 થી રાત્રીના 9 સુધી વીજળી મળશે. જેના કારણે ખેડૂતો ખેતીના તમામ કામો દિવસે કરી શકશે.
બોટાદ જિલ્લા ટાટમ ગામે ગઢડા તાલુકાના 30 ગામોને દિવસે વીજળી રહે તે માટેનો કાર્યક્રમ ટાટમ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયો હતો. જેમાં ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં કિસાન સૂર્યોદય યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ દ્વારા ડિઝિટલ મારફતે તખતીનું લોકાર્પણ કરી આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદના 14, બરવાળા14, રાણપુર10 અને ગઢડાના 30 ગામોના ખેડૂતોને આનો લાભ મળશે. આમ બોટાદ જિલ્લાના કુલ 36 ફીડરોના 68 ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે.