ETV Bharat / state

ગઢડામાં યોજાતી રથયાત્રા આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકુફ રાખવામાં આવી - જગન્નાથ રથયાત્રા

કોરોના વાઇરસની મહામારીને કારણે ગઢડામાં યોજાતી રથયાત્રા આ વર્ષે મોકુફ રાખવામાં આવી છે.

Etv Bharat, GUjarati News, Botad News
Botad News
author img

By

Published : Jun 22, 2020, 2:32 PM IST

Updated : Jun 23, 2020, 4:13 PM IST

બોટાદઃ ગઢડામાં યોજાતી રથયાત્રા આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકુફ રાખવામાં આવી છે. ગઢડા રથયાત્રા સમિતિનો નિર્ણય આ વર્ષ રથયાત્રા યોજાશે નહી. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં ગઢડા(સ્વામિના)ની રાજયની ત્રીજા ક્રમની રથયાત્રા નહીં યોજવા સમિતિનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવતી હોય છે. જે મુજબ ગઢડા(સ્વામિના) ના મુકામે છેલ્લા 25 વર્ષથી શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રાજ્યમાં ત્રીજા ક્રમની ભવ્ય રંગદર્શી રથયાત્રા યોજવામાં આવે છે. આ રથયાત્રાના રંગદર્શી ફલોટસ નિહાળવા તેમજ હાથ વડે રથ ખેંચવા માટે આસ્થા પૂર્વક આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારો લોકો ઉમટી પડે છે, ત્યારે આગામી 23 જૂન અષાઢી બીજના રોજ આવતી ગઢડાની આગામી 27મી રથયાત્રા સંદર્ભે સમિતિ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન સમિતિના પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા સહિત હોદેદારો અને 21 સભ્યો દ્વારા સર્વાનુમતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં જાહેર હિત નજર સમક્ષ રાખી આગામી 27મી રથયાત્રા સમયની નાજૂક પરિસ્થિતિ નજર સમક્ષ રાખી નહીં યોજવા માટેનો નિર્ણય જાહેર કરવા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની યાત્રા યોજવામાં આવતી હતી, પરંતુ આ વખતે આ રથયાત્રા યોજાશે નહીં.પરંતુ પરંપરાગત રીતે સોશિયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી સાથે મૂર્તિ સ્થાપન અને પૂજનવિધિ તથા પૂજન સ્થળ ઉપર પ્રતિકાત્મક રથયાત્રા ફકત સમિતિના સભ્યોની હાજરીમાં સંપન્ન કરવામાં આવશે. સતત 26 વર્ષથી રથયાત્રાના માધ્યમથી સામાજિક સેવા અને ધર્મ તથા સંસ્કૃતિની કામગીરી માટે ઉત્સાહ પૂર્વક યોજવામાં આવતી અને સમગ્ર તાલુકા માટે ઉત્સુક બની ગયેલી આ રથયાત્રાની પરંપરા હાલના નાજુક સમયની પરિસ્થિતિના કારણે મોકૂફ રાખવામાં આવતા મૂર્તિનું સ્થાપન, પૂજન અને દર્શનનો લાભ ઓનલાઇન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

Last Updated : Jun 23, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.