સાંળગપુર-બોટાદઃ બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન મંદિર લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં 54 ફૂટની વિશાળ પ્રતીમાનું અનાવરણ કરાયું હતું. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ આ દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તિ સંગીતના નાચ-ગાન અને હનુમાન ચાલીસા સાથે આ ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સાળંગપુરમાં ડીજેના તાલે ભક્તિસંગીત પડઘાયું હતું. જોકે, લોકોએ મન મૂકીને દાદાના દર્શન કર્યા હતા. આ સાથે મંદિર પરિસરમાં પણ ખાસ રોશની કરીને ડેકોરેશન કરાયું હતું.
આ પણ વાંચો Hanuman Jayanti : સાળંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતિ ઉજવણીને આખરી ઓપ
મૂર્તિનું અનાવરણઃ મૂર્તિનું વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે અનાવરણ કરાયુ છે. મોટી સંખ્યામાં સંતો સહિત હરિ ભક્તો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રિસિદ્ધ સાળંગપુર હનુમાનજી ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મંદિર નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમયે અદભુત લાઇટિંગ તેમજ અદભુત સાઉન્ડ સિસ્ટમ સાથે ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાયું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ લોકોના આકર્ષણનું બન્યું કેન્દ્ર બની રહ્યો હતો. રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ તરફથી સમગ્ર આયોજન કરાયું હતું.
હનુમાન જયંતી ઉત્સવઃ હનુમાન જયંતી ઉત્સવ અંતર્ગત એવં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણમાં લાખો ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સાંજે 4:30 કલાકે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ”થયું હતું. રાત્રે 9:00 કલાકે “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” એવં “લોકડાયરો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસમાણ મીર કલાકાર તેમજ નિર્મળદાન ગઢવી સાહિત્યકાર દ્વારા ભજન રાસની રમઝટ બોલી હતી.તારીખ 6 એપ્રિલ હનુમાન જયંતિ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભોજનાલયનું કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો કિંગ ઓફ સાળંગપુર, 'દાદા'ની 54 ફૂટની પ્રતીમાનું અનાવરણ
સંતોની હાજરીઃ ગૃહપ્રધાન અમિત શાહની સાથે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ સંતો મહંતો હાજર રહેશે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાને સવારે મંગળા આરતી શણગાર આરતી, સાથે છડીનો ભવ્ય અભિષેક અને ખાસ પૂજન કરાશે. હનુમાનજી દાદાનો જન્મદિવસ હોવાથી કેક કાપી દાદાને હેપી બર્થ ડે વીશ કરવામાં આવશે. તેમજ 500 થી વધુ પાટલા યજ્ઞ સાથે પૂજન કરવામાં આવશે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી આ કાર્યક્રમને લઈને લોકો ઉમટી પડ્યા છે. ભાવિકોએ આશ્રમ તથા ધર્મશાળાઓમાં રોકાણ કર્યું હતું. જોકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે અઠવાડિયાથી અહીં હોટેલ તથા ધર્મશાળાઓ હાઉસફૂલ જોવા મળી રહી છે.