ETV Bharat / state

ગઢડામાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ, ત્રણને ઇજા - ફાયરીંગ

બોટાદ: ગઢડાના રતનપર ગામે પ્રેમ પ્રકરણના મામલાને લઇને ફાયરિંગ થયું હતું જેમાં ત્રણને ઇજા પહોંચી હતી. જે તમામને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ
author img

By

Published : Nov 22, 2019, 3:17 AM IST

રતનપર ગામમાં રાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણ દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયુ હતું, જેમા ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. જેમાં પ્રવીણ સદુરભાઈ ગોકુળ, ઉદય સદુરભાઈ ગોકુળ અને સાદુરભાઈ ગોકુળને ઇજા થવા પામી હતી. આ બનાવને પગલે પોલીસે 9 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું.

Intro:બોટાદના ગઢડાના રતનપર ગામે ફાયરિંગમાં ત્રણને ઇજાBody:બોટાદના ગઢડાના રતનપર ગામે રાત્રીના પ્રારંભે ફાયરિંગનો બનાવ બનતા ત્રણને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તારણમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું.Conclusion:એન્કર - બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રતનપર ગામમાં રાત્રીની શરૂઆતે બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. માથાકૂટ દરમ્યાન ફાયરિંગ થતા ત્રણ શખ્સોને ઇજા થવા પામી હતી. ફાયરિંગ ત્રણ રાઉન્ડ કરવામાં આવ્યું હતું જેમાં પ્રવીણ સદુરભાઈ ગોકુળ, ઉદય સદુરભાઈ ગોકુળ અને સાદુરભાઈ ગોકુળને ઇજા થવા પામી હતી. બેને પગમાં ઇજા થઇ હતી તો એકને માથાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને ભાવનગર સર ટી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં તેમની સારવાર હાથ ધરાઈ હતી. બનાવ પાછળ કારણ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું છે જ્યારે પોલીસે 9 લોકો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.