- ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો
- દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
- સમગ્ર મામલે વડતાલ આચાર્ય રાકેશપ્રસાદ પણ હવે આવ્યા વિવાદમાં
બોટાદઃ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ આચાર્ય પક્ષ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. જેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા અને આક્ષેપો પ્રતિ આક્ષેપો અને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે એસ.પી.સ્વામીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદ અને લઈ મામલો વધુ વિકર્યો છે. સમગ્ર મામલે વડતાલ આચાર્ય રાકેશપ્રસાદ વિવાદમાં આવ્યા છે. રાકેશ પ્રસાદજી આચાર્યપક્ષના રમેશ ભગતને નોટીસ આપી છે. રાકેશ પ્રસાદજી નોટિસમાં કહ્યું કે, તમારું વર્તન યોગ્ય નથી રાકેશ પ્રસાદની રમેશ ભગતને સંપ્રદાયમાંથી દૂર કરવાની ધમકી પણ આપી રહ્યા છે. SP સ્વામીની આચાર્ય રાકેશપ્રસાદજી સવાલો કર્યા છે સાથે જ નવા CCTV ફૂટેજ પણ એસપી સ્વામીએ જાહેર કર્યા છે એસપી સ્વામીએ કહ્યું કે પુરાવા નાશ કરવાની વાત ડીવાયએસપી અને દેવપક્ષના ભાનુ પ્રકાશ સ્વામી કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક કેસ બન્યા છે.ડમી નોટો પકડાઈ છે તેમને કોઈ પ્રકારની કેમ નોટિસ આપતા નથી સૃષ્ટિ વિરૂદ્ધના કેટલા કૃત્યોના સંતો પર આક્ષેપો પણ થયા છે. એમ આવા પ્રકારની કોઈ આવી નોટિસોથી ડરવાના નથી અને આવી નોટિસોના જવાબ પણ અમે સામે ચાલીને આપતા રહીશું.
6 ડિસેમ્બરે થયેલી બબાલનો વધુ એક વીડિયો આવ્યો સામે
ગઢડા ગોપીનાથ મંદિરમાં ચાલી રહેલા વિવાદને લઇને મામલો વધુ વિકર્યો છે ત્યારે 6 ડિસેમ્બરે થયેલી બબાલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે આચાર્ય પક્ષના સંતોને હટાવવા બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હરજીવન સ્વામી અને ડીવાયએસપી રાજદીપસિંહનો વીડિયો સામે આવ્યા છે જેમાં નકુમ સંતોને સીસીટીવી ફુટેજ ડિલીટ કરવા સુચન આપી રહ્યા છે હરજીવન સ્વામી ગણાવી રહ્યા છે dysp નકુમે આચાર્ય પક્ષના સંતોને માર માર્યો હતો ટ્રસ્ટીની બેઠકમાં જઈ ગાળાગાળી કરી હતી. ત્યારે એસપી સ્વામીની માંગ છે કે વહેલી તકે ડીવાયએસપી નકુમને સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરી ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવે.
DYSP અને દેવપક્ષના ભાનુ પ્રકાશ સ્વામી પુરાવાનો નાશ કરતા હોવાનો આરોપ
ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે ગાદી પર એક દિવસ પૂરતો કબજો કરનાર રમેશ ભગત અને આચાર્ય રાકેશપ્રસાદ નોટિસ આપતા જ વધુ વકર્યો છે રમેશ ભગતનું વર્તન યોગ્ય ન હોવાનું જણાવી અપાયેલી નોટિસ ને લઇ એસ.પી.સ્વામી ફરી વિફર્યા છે એસ.પી.સ્વામી વધુ એક વિડીયો આપી ડીવાયએસપી રાજદીપસિંહ વર્તન અંગે સવાલ ઉઠાવ્યા હતા એટલું જ નહીં ડીવાયએસપી અને દેવપક્ષના ભાનુ પ્રકાશ સ્વામી પુરાવાનો નાશ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે રાકેશ પ્રસાદ અને એસપી સ્વામીએ આરોપ લગાવતા કહ્યું હતું કે પોતાનું બોર્ડ કરી બેસે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શું છે મામલો
- ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પોલીસની દાદાગીરીથી હરિભક્તોમાં ચિંતા
- હમણાં જ મંદિરના ચેરમેન તરીકે નિમાયેલા ભક્તોને ડીવાયએસપીએ માર્યો હતો લાફો
- ગોપીનાથજી મંદિરના 7 ટ્રસ્ટીઓ ચૂંટાયા પરંતુ પાંચ મહિનાથી મિટિંગ બોલાવાઈ નથી
- ચૂંટણીમાં દેવપક્ષના ટ્રસ્ટીઓ ચૂંટાયા પરંતુ સત્તા ફરી આચાર્ય પક્ષના હાથમાં સરકી છે
- નૌતમ પ્રકાશ અને વિવેક સાગર સ્વામી પર આચાર્ય ગંભીર આરોપો લગાવ્યા
- નૌતમ પ્રકાશ અને વિવેક સાગર સ્વામી પોલીસનું સંચાલન કરતી હોવાનો આરોપ
- 16 વર્ષે સુપ્રીમ કોર્ટની દરમિયાનગિરિથી ચૂંટણી થઈ પણ વિવાદનો અંત ન આવ્યો
- દેવપક્ષને ભાજપ સરકાર મદદ કરતી હોવાનું આચાર્ય પક્ષનો આરોપ
- પોલીસે ગઢડા ગોપીનાથજી મંદિરમાં ઘૂસીને બેફામ દાદાગીરી ચલાવી
- ટ્રસ્ટમાં ચેરમેનની જવાબદારી સંભળતા વ્યક્તિ સાથે પોલીસની દાદાગીરી
- ટ્રસ્ટની જ ઓફિસમાં ઘૂસીને ડીવાયએસપી નકુમ સાંભળી ન શકાય તેવી ગંદી ભાષામાં બોલે છે ગાળો
- ટ્રસ્ટએ રિલીઝ કરેલા સીસીટીવીમાં ડીવાયએસપી નકુમ સાથે ચાલી રહી છે સમાધાનની વાતો
- ભગવાનના પવિત્ર મંદિરમાં પોલીસનો આવો જાપ્તો કોના ઇશારે થયો તે સવાલ
ગોપીનાથજી ટ્રસ્ટમાં વિવાદ શું છે ?
- ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં 16 વર્ષે ચૂંટણી થઈ હતી
- મે 2019માં થયેલી ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ હતી અને આચાર્યપક્ષની હાર થઈ હતી
- કુલ 7 બેઠકો પર ચૂંટણી થઇ હતી જેમાં પાંચ બેઠકો પર દેવપક્ષે જીતીને ઉલટફેર કર્યો હતો
- ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સંચાલન માટે આઝાદી પહેલાંથી ચૂંટણીઓ થતી આવી છે
- 2003 થી ગોપીનાથજી મંદિર પર આચાર્યપક્ષ સત્તા હતી અને ચૂંટણી થઈ જ ન હતી
- ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો
- સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી હતી અને ચૂંટણીના આદેશ આપ્યા હતા
- આચાર્યપક્ષ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીએ પણ સમર્થન આપ્યું હતું
- પરિણામોમાં આચાર્ય પક્ષને હરાવીને દેવપક્ષે મંદિરનું સંચાલન સંભાળ્યું હતું
- 22મી નવેમ્બર જનરલ મીટીંગ યોજાવાની હતી પરંતુ મીટીંગ થઇ શકી ન હતી
- ચેરીટી કમિશનરે જનરલ મીટીંગ માટે એજન્ડા પણ બહાર પાડ્યો હતો
- ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓને તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો
- કરોડો રૂપિયાની ઉચાપત થઇ હોવાનું એસ.પી સ્વામીએ કર્યો આક્ષેપ
ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાહ દિવસે દિવસે વકરતો જઈ રહ્યો છે. ગઢડામાં ધાર્મિક સંસ્થામાં પોલીસની દાદાગીરી આ મામલે સ્વામીએ કહ્યું કે ડીવાયએસપી કક્ષાના અધિકારીને આ પ્રકારનું વર્તન શોભતું નથી, ધર્મચાર્યો સાધુ-સંતો આ મામલાને લો જવાબ આપશે. છેલ્લા 6 મહિનાથી ટ્રસ્ટની મિટિંગ બોલાવાઈ નથી. જ્યારે એસપી સ્વામીએ કરોડો રૂપિયાની ઉચાપત થઇ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એસ.પી.સ્વામીએ આક્ષેપ કરતા વધુમાં કહ્યું કે, કરોડો રૂપિયા આપી પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નૌતમ પ્રકાશ અને વિવેક સાગરનું ષડ્યંત્ર હોવાનો એસ પી સ્વામીએ આરોપ લગાવ્યો છે. આમ સંપૂર્ણ વિગત પર નજર કરીએ તો ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 6 ડિસેમ્બરના રોજ નેતૃત્વ પરિવર્તનના દિવસે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ અને ડીવાયએસપી દેસાઈ પર ગેરવર્તુણક કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.