- બોટાદ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તક ના મેળાનું આયોજન કર્યું
- તમામ ફન્ડ દિવ્યાંગ બાળકોની પ્રવુતિ ના ઉપયોગમાં લેવામાં આવશે
- 25 થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે
- વિદ્યાર્થીઓ અને યુવાનોની પરીક્ષાલક્ષી પુસ્તકો મેળાનું આયોજન
બોટાદ :આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોટાદ શહેરના યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો તેમજ બાળકો માટે વાર્તા અને નાની પુસ્તિકાઓ પર ખાસ ડિસ્કાઉન્ટ મળી રહે તે માટે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23 થી 26 જાન્યુઆરી સુધી બોટાદ હવેલી ચોક મહિલા મંડળ ખાઈ આ પુસ્તક મેળો યોજવામાં આવ્યો છે.
પુસ્તક મેળામાં 25 થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા,બાળવાર્તા સાહસિક કથાઓ,જુર્લેવર્લની રોમાંચક કથાઓ,મેઘાણી સાહિત્ય,ડૉ આઈ કે વીજળીવાળાના પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો, મેનેજમેન્ટ જેવા અનેક અને બોટાદના લેખક અને સંપાદકના પુસ્તકો તથા અગ્રેજી માધ્યમના વિધાર્થીઓ માટે ઈંગ્લિશ સ્ટોરી બુકો પણ ઉપલબ્ધ છે.આ પુસ્તક મેળામાં 25 થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમજ પુસ્તક મેળામાં થી એકત્રિત થનાર તમામ ફન્ડ દિવ્યાંગ બાળકોની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવશે.