ભાવનગરઃ જિલ્લામાં ચેકડેમો ઘણા બધા છે. પરંતુ ચેક ડેમોની જાળવણીની વાત આવે ત્યારે હવેની સરકારમાં કેટલો રસ રહ્યો છે તે જાણવા સિંચાઈ વિભાગને(Bhavnagar Irrigation Department) આપણે ઢંઢોળવું પડશે. ETV Bharatએ આંકડીય માહિતી મેળવી છે તે જોઈને તમે પણ અંદાજ લગાવી શકશો કે નેતાઓને જગતના તાતની ચિંતા કેટલી ? શું ચોમાસા પહેલા પાણી માટે વ્યવસ્થા સિંચાઇની શું ? જાણો વિગતથી.
જગતના તાતની કેટલી ચિંતા - ચેકડેમ એટલે(Bhavnagar Check Dam)ખેડૂતોની જીવાદોરી નરેન્દ્ર મોદીની રાજ્યની સરકારમાં ભૂતકાળમાં ચેકડેમ અને ખેત તલાવડીઓને મહત્વ આપીને મોટી સંખ્યામાં નિર્માણ થયું હતું. એક દસકા બાદ જોઈએ તો ભાવનગર જિલ્લામાં ચૂંટાઈ આવતા નેતાઓ જગતના તાતની કેટલી ચિંતા કરે છે અને ચેકડેમો વિશે (status of check dam)કેવી સ્થિતિ છે તે જાણીએ.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર: ભોગાવો નદી પરના ત્રણ ચેક ડેમના મરામત માટે સરકારની લીલીઝંડી
જિલ્લામાં ચેકડેમ અને તેની સ્થિતિ - ભાવનગર જિલ્લામાં 650 થી વધારે ગામડાઓ આવેલા છે. જિલ્લામાં ચેકડેમની (Check dam Yojana)કામગીરી બે વિભાગમાં વેચાયેલી છે. જિલ્લા પંચાયત અને રાજ્યની સિંચાઈ વિભાગની કચેરીને ત્યારે બન્નેની કામગીરી જોતા પહેલા જોઈએ તો અનેક ચેકડેમો ચોમાસા પહેલા રીપેર કરવાના હોય છે. હવે કેટલાક ચેકડેમો તૂટેલા છે તો કેટલાક ચેકડેમની મર્યાદાઓ પણ પૂર્ણ થતી હોય છે. ચોમાસામાં ખેડૂતો માટે ચેકડેમ આશીર્વાદરૂપ બને છે. તંત્ર પાસે અરજીઓ તો આવે છે પણ ચેકડેમો રીપેર થતા નથી અને થાય છે એ મર્યાદિત માત્રામાં થાય છે.
જિલ્લા પંચાયતના ચેકડેમ અને તેમાં શું કામગીરીઓ - ભાવનગર જિલ્લા પંચાયત હેઠળ કુલ 355 ચેકડેમ આવેલા છે. આ ચેકડેમમાં અરજીઓ તો 250 થી 300 સુધીની આવેલી છે. પંચાયતના સિંચાઈ અધિકારી ડી આર પટેલે જણાવ્યું હતું કે તેમને 2019 થઈ લઈને 2022 સુધી 43 ચેકડેમ અંદાજે 40 લાખના ખર્ચે રીપેર કર્યા છે. 250 થી 300 અરજીઓ વચ્ચે 10 વર્ષ પહેલાના 3 થઈ 4 લાખમાં બનેલા ચેકડેમ આજે રીપેર કરવા જઈએ તો તેનો ખર્ચ જ 3 થી 5 લાખ એટલે તેવી અરજીઓ રિજેક્ટ કરવામાં આવે છે કારણ કે તે કામ તેમના હાથમાં નહિ વહીવટી વિભાગની મંજૂરીથી કરવા પડે છે. મતલબ અધિકારીનો સાફ છે કે ચેકડેમ પર મહત્વ આપવામાં આવતું નથી. સૂઝલામ સુફલામ યોજના અહીંયા એકલ દોકલ માટે બનીને રહી ગઈ હોય તેવું લાગે છે.
આ પણ વાંચોઃ ભૂજિયાની તળેટીમાં બની રહેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું કામ કેટલે પહોંચ્યું? જુઓ
રાજ્યના બહુમાળી ભવનના સિંચાઈ વિભાગના ચેકડેમનું શું - ભાવનગરના બહુમાળી ભવનમાં રાજ્યની સિંચાઈ વિભાગની આવેલી કચેરીમાં અધિકારી દિવ્યેશ ગજેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 5482 ચેકડેમ તેમની કચેરી હસ્તકના છે. જેમાં ચાલુ વર્ષે જોઈએ તો આવેલી અરજીઓ અને વિભાગ દ્વારા કરવામાં આવેલા કામો નીચે પ્રમાણે છે.
ચેકડેમ | અરજીઓ | વિભાગીય નિર્ણયથી કામ | કુલ |
કુલ ચેકડેમ | 21 | 51 | 72 |
પૂર્ણ ચેકડેમ | 10 | 25 | 35 |
પ્રગતિમાં ચેકડેમ | 06 | 16 | 22 |
રદ ચેકડેમ | 00 | 04 | 04 |
અંદાજીત ચેકડેમ | 05 | 06 | 11 |
ત્રણ વર્ષમાં માત્ર 100 જેટલા રીપેર થયા - ઉપરોક્ત સ્થિતિ પ્રમાણે અરજી માત્ર 21 આવી છે. જ્યારે જોવા જઈએ તો 72 ચેકડેમ પૈકી 35 પૂર્ણ થયા છે અને 22 હજુ પ્રગતિમાં છે. ત્યારે જિલ્લાના પંચાયત અને સિંચાઈ વિભાગ રાજ્ય સરકારના બન્ને મળીને ચેકડેમની સંખ્યા અંદાજીત 5837 થાય છે જેમાં અંદાજીત રીપેરીંગ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 100 જેટલા રીપેર થયા છે અને રીપેરીંગ અરજીઓ 350 થી વધારે માની શકાય છે. સરકારની સૂઝલામ સુફલામ યોજના તો છે પરંતુ ગામડામાં ચૂંટાઈ આવતા પંચાયતના સદસ્યો ધારાસભ્યોને ખેડૂતોની કેટલી ચિંતા છે તે આ આંકડા ઘણું દર્શાવી જાય છે.