ETV Bharat / state

ભાવનગરમાં સામુહિક આત્મહત્યાની ઘટનાઃ મૃતકે ગળેફાંસો લગાવતા પહેલા જણાવ્યું કારણ, વીડિયો વાઈરલ

ભાવનગર જિલ્લાના નવાગામ ખાતે ગત તારીખ 15 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ પોતાના બે માસૂમ બાળકો સાથે ગળેફાંસો ખાઇ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં આત્મહત્યા કરનારા યુવાને આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને આત્મહત્યા ક્યા કારણોસર કરી હતી તે વીડિયો દ્વારા જણાવ્યું હતું.

નવાગામમાં સામુહિક આત્મહત્યા કરનારનો મૃત્યુ પહેલાનો વીડિયો વાઈરલ

author img

By

Published : Oct 21, 2020, 9:58 PM IST

  • ભાવનગરમાં સામુહિક આત્મહત્યાની ઘટનામાં સામે આવ્યું ચોકાવનારું કારણ
  • નવાગામ ખાતે થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ પોતાના બે માસુમ બાળકો સાથે કરી હતી આત્મહત્યા
  • આત્મહત્યા કરતા પહેલા યુવાને બનાવ્યો હતો વીડિયો

ભાવનગરઃ જિલ્લામાં નવાગામ ખાતે એક વ્યકિતએ પોતાના બે માસુમો સાથે ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની પત્ની રિસામણે હોય અને જેનું લાગી આવતા આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું. પરંતુ મૃતક યુવાન લાલાભાઈએ આત્મહત્યા કરતા પહેલા આત્મહત્યા શા માટે કર્યો તે અંગે પોતે 3 વીડિયો બનાવ્યા હતા.

પત્નીના આડા સંબંધોથી નારાજ થઈ કરી આત્મહત્યા

આ બનાવ બાદ તેના પરિવારજનોએ તેનો મોબાઈલ ચેક કરતા વીડિયો નજરે પડ્યા હતા. જેમાં મૃતક લાલાભાઈની પત્નીને કરદેજ ગામના ગગલા નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે અગાઉ પણ અવારનવાર પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોય અને આવા જ કારણોસર પરિવારથી અલગ રહેતા હોવાથી અંતે પત્નીના આડા સંબંધોથી નારાજ લાલાભાઈએ પોતાના બંને બાળકો સાથે આત્મહત્યાનું આ પગલું ભર્યું હતું. જેથી પરિવારજનોએ આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી ન્યાયની માંગ કરી છે.

નવાગામમાં સામુહિક આત્મહત્યા કરનારનો મૃત્યુ પહેલાનો વીડિયો વાઈરલ

જિલ્લા પોલીસ વડાએ સંપૂર્ણ તપાસની આપી ખાતરી

આ ઉપરાંત અન્ય આર્થિક બાબતો પણ તેમણે તેમના મોટાભાઈ જીતુભાઇને ઉદેશીને જણાવી છે. આઘાતમાં સરી પડેલા પરિવાર આ વીડિયોને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા અને મૃતકોને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ આ ઘટનામાં સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.