ભાવનગરઃ પ્રજાની ચિંતા બાદ મહાનગરપાલિકાના કમિશનરે(Commissioner of Bhavnagar Municipality) કોર્પોરેશનમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે. ભાવનગર શહેરમાં રસ્તે રખડતા ઢોરની માત્રા ઓછી થઈ છે. આ પગલાં બાદ મહાનગર પાલિકાના કમિશનર એન.વી.ઉપાધ્યાયે પોતાના જ મહાનગર પાલિકાની ઈમારતમાં ચેકિંગ કર્યું હતું.
સમસ્યાઓનું ચેકિંગ કમિશનર એન.વી. ઉપાધ્યાયે અચાનક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દ્રષ્ટી કરીને કેટલાક સૂચનો આપ્યા હતા. મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં રહેલી દરેક ચીજ વસ્તુઓ ઉપર નજર નાખવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત જે કચેરીમાં સાઈનબોર્ડ નથી ત્યાં પણ કડક સૂચના આપી સાઈન બદલવા સૂચના આપી હતી. મહાનગર પાલિકાના ઈમારતમાં આવેલી લિફ્ટ પાસે ફેરિયો બેઠો હતો. જેને ત્યાંથી ખસી જવા માટે આદેશ આપ્યા હતા.
મશિન બંધઃ કચેરીની બહારના ભાગમાં લાગેલા સેનિટાઈઝરના મશિન બંધ હાલતમાં હતા. જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પણ સૂચન કર્યું હતું.