શહેરમાં સતત વધી રહેલા આખલાના ત્રાસના કારણે શહેરીજનોને અને ખાસ કરીને શહેર પરથી પસાર થતાં વાહન ચાલકોની હાલત કફોડી બનાવી છે. આ સાથે જ શહેરીજનોએ ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને વાયરલ થયેલા વીડિયો સાથે એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, હવે ચૂંટણી પુરી થઇ હોય ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાના શાસકોએ હવે શહેરના પ્રાણપ્રશ્ન સમાન આખલાઓના યુધ્ધ અને તેના કારણે થતી જાનમાલની નુકસાની અટકાવવા તાત્કાલિક અસરથી યોગ્ય પગલા લેવાની જરૂર છે.
જો કે, ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને શહેરના પ્રથમ નાગરિક મનહર મોરી શહેરીજનોની આ વેદનાને સમજવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે અને શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા તંત્રની અણઆવડત છુપાવવા માટે આખલાઓની સંખ્યા વધી હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે. જો કે આ બનાવ હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.