ETV Bharat / state

સોનાની લગડી સમાન ડુંગળીની ચોરી: યાર્ડમાં CCTV શોભાના ગાંઠિયા સમાન

ભાવનગર: ડુંગળી પણ હવે અસુરક્ષિત બની છે. ત્યારે ભાવનગર યાર્ડમાં વેપારીની ડુંગળીના થેલાની ચોરી થતાં હરાજી અટકાવી દેવામાં આવી હતી. યાર્ડમાં CCTV કેમેરા છે. પણ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન હોવાથી વેપારી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

bhavnagar
ભાવનગર
author img

By

Published : Dec 6, 2019, 2:19 AM IST

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રોશનભાઈ નામના વેપારીની ડુંગળી યાર્ડના શેડમાં રાખવામાં આવી હતી. જેથી વેપારીની ડુંગળી પર કોઈ હાથ ફેરો કરી જતા હોબાળો મચ્યો હતો. રોશનભાઈની 15 થેલી એટલે કે 50 હજારની ડુંગળી કોઈ ચોરી કરી ગયું હતું. ડુંગળીની ચોરીની વાત આવતા યાર્ડના ઉપપ્રમુખ છોટુભા અને સેક્રેટરી દોલુભા રોયલા સહિતના જવાબદાર લોકો દોડી આવ્યા હતા.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેપારીની ડુંગળીની ચોરી

ત્યારબાદ યાર્ડના તંત્રને વેપારી અને ખેડૂતોએ રોષભેર રજુઆત કરી હતી. યાર્ડના CCTV કેમેરા બંધ છે. ત્યારે ડુંગળીની ચોરી થતા ખેડૂતો અને વેપારીઓ સુરક્ષાની માગ કરી રહ્યા છે. યાર્ડના ચેરમેનનું કહેવુ છે કે, ડુંગળીની ચોરી નથી થઈ. કારણ કે ગેટપાસ સિવાય કોઈ વાહન અંદર જઇ શકે નહીં. પરતું તેમ છતાં યાર્ડમાં કોણ કોણ આવ્યું તેની વિગત અને તપાસ બાદ કાર્યવાહી કરીશુ તેમ જણાવ્યું હતું.

Intro:સોનાની લગડી બનેલી ખેડૂતોની ડુંગળીની ચોરી : યાર્ડનું તંત્ર કહે છે ચોરી નથી

Body:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી ડુંગળીની 15 થેલીની ચોરી થતા યાર્ડનું તંત્ર કહે છે ચોરી નથી પણ પ્રશ્ન એ ઉભો થયો છે કે યાર્ડના સીસીટીવી બંધ છે ત્યારે ચોરી છે કે નહીં તેની સામે તંત્ર બચાવી રહ્યું છે પણ વેપારીને ખેડૂતો સોનાની લગડી સમાન ડુંગળીની સુરક્ષાની માંગ કરી છે

Conclusion:
એન્કર - સોનાની લગડી સમાન બની રહેલી ડુંગળી પણ હવે અસુરક્ષિત બની છે.ભાવનગર યાર્ડમાં વેપારીની ડુંગળીના થેલાની ચોરી થતા હરરાજી અટકાવી દેવામાં આવી હતી. યાર્ડમાં સીસીટીવી કેમેરા છે પણ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન હોવાથી વેપારી ખેડૂતમાં રોષ છે.

વિઓ -1- ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રે કે સવારમાં રોશનભાઈ નામના વેપારીની ડુંગળી યાર્ડના શેડમાં રાખવામાં આવી હતી. ખરીદી બાદ ડુંગળી ઉપાડી નહિ હોય જેથી વેપારીની ડુંગળી પર કોઈ હાથ ફેરો કરી જતા દેકારો મચ્યો હતો. રોશનભાઈની સોનાની લગડી સમાન 15 થેલી એટલે કે 50 હજાર ની ડુંગળી કોઈ ચોરી કરી ગયું હતું. ડુંગળીની ચોરીની વાત આવતા યાર્ડના ઉપપ્રમુખ છોટુભા અને સેક્રેટરી દોલુભા રોયલા સહિતના જવાબદાર લોકો દોડી આવ્યા હતા. યાર્ડના તંત્રને વેપારી અને ખેડૂતોએ રોશભેર રજુઆત કરી હતી.યાર્ડના સીસીટીવી કેમેરા બંધ છે અને ભાજપની અગાવ બોડી હોઈ અને હાલમાં પણ બોડી હોવા છતાં કોઈ વિકાસનું કામ આગળ ધકેલાયું નથી ત્યારે ડુંગળી સોનાની લગડી બનતા ખેડૂતો અને વેપારીઓ સુરક્ષાની માંગ કરી રહ્યા છે. યાર્ડના ચેરમેન ચોરી નથી થઈ કારણ કે ગેટપાસ સિવાય કોઈ વાહન જઇ શકે નહીં પણ કોણ કોણ આવ્યું તેની વિગત અને તપાસ બાદ કાર્યવાહી કરીને કેસને સુલઝાવશું તેમ જણાવ્યું છે.

બાઈટ - નારૂભાઈ આહીર ( ચેરમેન, ભાવનગર માર્કેટિંગ યાર્ડ) R GJ BVN 01 B DUNGLI CHORI AVB BITE CHIRAG 7208680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.