ETV Bharat / state

Onion Price : ડુંગળીના હાર પહેર્યા, રસ્તા પર ડુંગળી ફેકી, ભાવનગરના ખેડૂતો "ભાવ' ને લઇને લાલઘૂમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 9:49 PM IST

ભાવનગર જિલ્લામાં બે સ્થળ ઉપર ખેડૂતો રોષે ભરાતા ડુંગળીના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કર્યા હતાં. ભાવનગર જિલ્લાના એક ગામમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હતી ત્યારે બીજી તરફ ખેડૂત આગેવાનો ડુંગળીનો હાર પહેરીને આવેદન આપવા ગયા હતા. જુઓ ભાવ અને વિરોધની સંપૂર્ણ સ્થિતિ.

Onion Price : ડુંગળીના હાર પહેર્યા, રસ્તા પર ડુંગળી ફેકી, ભાવનગરના ખેડૂતો "ભાવ' ને લઇને લાલઘૂમ
Onion Price : ડુંગળીના હાર પહેર્યા, રસ્તા પર ડુંગળી ફેકી, ભાવનગરના ખેડૂતો "ભાવ' ને લઇને લાલઘૂમ

ભાવનગર : ભાવનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં ડુંગળી પકવવામાં મોખરે છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધી કરતા જ ડુંગળીના ભાવો નીચા ઉતરી ગયા છે. ખેડૂતો રોષે ભરાયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો દ્વારા જિલ્લા કક્ષાએ પણ રસ્તા રોકો આંદોલન અને અવનવા કાર્યક્રમો ડુંગળીના ભાવને પગલે આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે નિકાસબંધી દૂર કરવામાં આવે અથવા તો ટેકાના ભાવે ખરીદી શરૂ કરાય. ભાવનગર જિલ્લામાં ક્યાં ક્યાં કરાયા વિરોધ પ્રદર્શન જુઓ.

ખેડૂતોને હાલમાં શુ મળી રહ્યા છે ભાવ ડુંગળીના : ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળી હાલમાં રડાવી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે નિકાસબંધી કરતા જ ડુંગળીના ભાવ નીચા ઉતરી ગયા છે જે પોષણક્ષમ નથી. ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો હાલમાં ડુંગળીના ઓછામાં ઓછા 20 કિલોના ભાવ 100 મળી રહ્યા છે. વધુમાં વધુ ભાવ 340 ની આસપાસ મળી રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર નિકાસબંધી હટાવે અથવા તો ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ડુંગળીમાં મળી રહે.

ટાણા ગામમાં ખેડૂતોએ રસ્તા રોકીને કર્યો વિરોધ : ડુંગળીનો દેકારો સિહોર તાલુકાના ટાણા ગામે થયો હતો. ખેડૂતો દ્વારા ટાણા ગામમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ડુંગળીના ભાવો ગગડી ગયા હોવાથી ડુંગળીને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવી હતી. ખેડૂતોના રોષ અને વિરોધ પ્રદર્શનને પગલે અંતે રસ્તાને ખુલ્લો કરવા માટે પોલીસ દ્વારા ખેડૂતોને હટાવવામાં આવગ હતા.

ડુંગળીને કારણે આજે ખેડૂતની હાલત દયનીય બની ગઈ છે. સરકારે 25 કે 30 રૂપિયા ભાવ ડુંગળીના કિલોએ આપવા જોઈએ. નિકાસબંધી કરી હોય તો ભલે કરી અમને તેનાથી તકલીફ નથી. પરંતુ ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકારે નિર્ણય કરવા જોઈએ. ગયા વર્ષે પણ ખેડૂતોને એક ગુણીએ બે રૂપિયા આપવામાં આવ્યા હતા. આમ ખેડૂતોની મશ્કરી કરવામાં આવી રહી છે...ઝીણાભાઈ બેલડીયા ( ખેડૂત )

મહુવામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને કર્યો વિરોધ : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા ખેડૂતોને સાથે મામલતદાર, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે ડુંગળીના હાર પહેરીને અમે ખેડૂતો સાથે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વડાપ્રધાન સુધી અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અમારી માંગ છે કે સરકાર દ્વારા 50 રૂપિયા કિલો ડુંગળીની ખરીદી કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને એક મણે 1000 રૂપિયા ડુંગળીના ભાવ મળી રહે. ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

  1. Onion Farmers Protest: ડુંગળીની નિકાસબંધીના વિરોધની પરાકાષ્ટા, ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લીધી
  2. 'ડુંગળી અમને નથી રડાવતી સરકાર રડાવે છે', ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.