ETV Bharat / state

મનરેગા યોજના હેઠળ એક લાખ શ્રમિકોને મળ્યો રોજગાર - news in Bhavnagar

ભાવનગર જિલ્લામાં રાજ્યસરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાની 649 ગ્રામપંચાયત પૈકી 232 ગ્રામપંચાયતોમાં 254 જગ્યાઓ પર કામો શરુ કરી દેવામાં આવ્યા છે. મનરેગા યોજના હેઠળ હાલ 1,01,572 કરતા વધુ લોકોને રોજગારી મળી રહી છે. જયારે હજુ હજારો લોકો લોકડાઉનના કારણે અન્ય જિલ્લામાં આવીને કોરોન્ટાઇન છે. જેની મુદત પૂર્ણ થતા તે લોકો માટે પણ આ યોજના હેઠળ કામોમાં સમાવેશનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

MGNREGA scheme
મનરેગા યોજના
author img

By

Published : May 27, 2020, 4:40 PM IST

ભાવનગર : રાજ્યસરકાર દ્વારા ગ્રામીણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી હાલ મનરેગા યોજના હેઠળના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો થકી મનરેગા યોજનાના કામો શરુ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાની 649 ગ્રામપંચાયત પૈકી 232 ગ્રામપંચાયતના 254 જગ્યા પર હાલ મનરેગા યોજના હેઠળ 1,01,572 કરતા વધુ લોકો રોજગારી મેળવી રહ્યાં છે. લોકડાઉન જેવી સ્થિતિમાં જયારે મોટાભાગના ધંધા રોજગાર બંધ છે, ત્યારે ખાસ શ્રમિક અને ગરીબ પરિવાર માટે મનરેગા હેઠળ જોબકાર્ડ ઈશ્યુ કરી કામ આપવામાં આવી રહ્યું છે. પ્રતિદિન શ્રમિકોનું વેતન 224 નક્કી કરવામાં આવ્યું છે.

મનરેગા યોજના હેઠળ એક લાખ શ્રમિકોને મળ્યો રોજગાર

હાલ મનરેગા યોજના હેઠળ તળાવો અને ચેકડેમોને ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે સામાજિક વનીકરણ હેઠળ વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેક્ટ વગરેની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા શ્રમિકોને 7 દિવસમાં તેમનું વેતન મળી જાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. જયારે હાલની સ્થિતિમાં આ મનરેગા યોજના શ્રમિકો માટે આશીર્વાદરૂપ બની તેમના જીવન નિર્વાહનું માધ્યમ બની રહી છે.

ભાવનગર જિલ્લો મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવામાં રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે. હાલ 1,01,572 કરતા વધુ શ્રમિકો આ યોજના હેઠળ કામ કરી મહેનતાણું મેળવી રહ્યાં છે. આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા જણાવ્યુ હતું કે, આ મહામારીના સમયમાં ગ્રામિણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તેવા પ્રયત્નો સરકાર દ્વારા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેમા અન્ય જિલ્લાઓમાંથી પોતાના ગામમાં આવેલ કુટુંબોને અને ગામના જોબકાર્ડ વાંછુક કુટુંબો એમ જિલ્લામાં કુલ 29,000 જેટલા નવા જોબકાર્ડ કુટુંબ દિઠ ઇસ્યુ કરવામાં આવેલ છે. આ તમામ કુટુંબને મનરેગા યોજના હેઠળ નવા દર મુજબ કામના પ્રમાણમાં દૈનિક ભથ્થુ રૂ.224 મુજબ કામ આપવામાં આવી રહ્યું છે. જેમા આજદિન સુધી 46,688 કુટુંબોને 4,09,859 માનવદિનની રોજગારી પુરી પાડવામા આવેલ છે. તેમજ શ્રમિકોને રૂ.721,70/- લાખનું ચુકવણુ કરવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.