ETV Bharat / state

બોલો લ્યો : ચિકનગુનિયાનો એક કેસ નથી અને મચ્છરોથી લોકો ત્રાહિમામ છે

બોલો લ્યો ભાવનગરમા એક મહિનામાં 5116 તાવના કેસ નોંધાયા છે પણ ચિકનગુનીયાનો એક પણ કેસ નથી અને બીજી બાજુ તાવની ફરિયાદ બાદ ફોગીંગ થઈ રહ્યું છે. શહેરમાં મચ્છરોનો ત્રાસ એટલો છે કે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘરે ઘરે પાણીમાં પોરા થાય નહીં તે માટે દવા નાખવામાં આવી રહી છે. 7 દિવસે દવા નાખવાને બદલે 15 દિવસ તો ક્યાંક વધુ દિવસોમાં ઘરે ઘરે દવા નાખવામાં આવે છે. જોકે તંત્ર ચિકનગુનિયાનો કેસ નથી એમ કહી રહ્યા છે, ત્યારે કોરોનાની જેમ અહીંયા પણ લોકોને શંકા જરૂર ઉભી થાય છે કે શું ખરેખર એક પણ કેસ નથી?

ચિકનગુનિયાના  કેસ
ચિકનગુનિયાના કેસ
author img

By

Published : Aug 25, 2020, 7:20 PM IST

ભાવનગર: બોલો લ્યો ભાવનગરમા એક મહિનામાં 5116 તાવના કેસ નોંધાયા છે પણ ચિકનગુનીયાનો એક પણ કેસ નથી અને બીજી બાજુ તાવની ફરિયાદ બાદ ફોગીંગ થઈ રહ્યું છે. શહેરમાં મચ્છરોનો ત્રાસ એટલો છે કે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘરે ઘરે પાણીમાં પોરા થાય નહીં તે માટે દવા નાખવામાં આવી રહી છે. 7 દિવસે દવા નાખવાને બદલે 15 દિવસ તો ક્યાંક વધુ દિવસોમાં ઘરે ઘરે દવા નાખવામાં આવે છે. જોકે તંત્ર ચિકનગુનિયાનો કેસ નથી એમ કહી રહ્યા છે, ત્યારે કોરોનાની જેમ અહીંયા પણ લોકોને શંકા જરૂર ઉભી થાય છે કે શું ખરેખર એક પણ કેસ નથી?

ચિકનગુનિયાનો એક કેસ નથી અને મચ્છરોથી લોકો ત્રાહિમામ છે

ભાવનગર શહેરમાં કોરોનાનો આતંક છે અને 2500 જેવા કેસ થઈ ચૂક્યા છે ત્યારે શહેરમાં નવાઈની વાત એ છે કે, એક પણ ચિકનગુનિયાનો કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયો નથી. શહેરમાં તાવના કેસ અધધધ... આવી રહ્યા છે, પણ ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કેસ નથી શહેરમાં મચ્છરોના ત્રાસ જોવા મળી રહ્યો છે, તાવના કેસો છે બાકી ચિકનગુનિયાના કેસ નોંધાયા નથી. તેથી પ્રશ્ન એક જ ઉભો થાય છે કે શું હકીકતમાં એક પણ કેસ નથી ?

ભાવનગર શહેરની વસ્તી આશરે 10 લાખ જેવી છે જેમાં ચૂંટણી કાર્ડમાં આશરે 7 લાખ આસપાસ નોંધાયેલી છે. ત્યારે કોરોના જેવી મહામારીમાં એક પણ વરસાદી માહોલ વચ્ચે ચિકનગુનિયાનો કેસ નોંધાયો નથી. જોકે આ વાત કોઈના ગળે ઉતરે એમ નથી પણ અધિકારી કહે છે એટલે માનવું પડશે. ભાવનગરમાં મનપાના 12 જેટલા વોર્ડ પ્રમાણે આરોગ્ય કેન્દ્રો આવેલા છે જેમાં ચિકનગુનિયાનો કેસ નથી તો બિલાડીના ટોપ જેમ રહેલી ખાનગી હોસ્પિટલમાં ક્યાંય ચિકનગુનિયાનો કેસ નોંધાયો નથી. ચોમાસાની સિઝન અને મચ્છરોના ત્રાસ વચ્ચે માત્ર સામાન્ય તાવના કેસો આવતા હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

ભાવનગર શહેર તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે અનેક સ્થળો પણ ગંદકી અને પાણી ભરેલા જોવા મળે છે. ઘરે ઘરે રહેલી કેટલીક ટાયર,કુંડા જેવી ચિઝોમાં મચ્છર ઉત્પતિના સ્થળો છે જેમાં પોરા જોવા મળે છે એટલે કે મચ્છરને પેદા કરતા પોરા. આ પોરને કારણે થતા મચ્છર ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા તાવનું કારણ છે ઘરે ઘરે દવા છંટકાવનું કામ તો ચાલી રહ્યું છે પણ મચ્છરોનો ત્રાસ અત્યંત છે. હવે ગયા મહિને જોઈએ તો ભાવનગર શહેરમાં તાવના 5116 કેસ નોંધાયેલા છે જ્યારે ઝાડા ઉલ્ટીના 993 અને કફ શરદીના 4266 કેસ છે છતાં અધિકારી કહે છે ચિકનગુનિયાનો એક પણ કેસ નથી. દવા છંટકાવ વાળા કર્મચારી પણ પોતાની ક્ષમતા પ્રમાણે લોકોને જાગૃત કરી મચ્છર ઉત્પત્તિને ટાળવા પ્રયત્ન કરી રહ્યા છે.

ભાવનગરમાં કોરોનામાં તાવ આવતાની સાથે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે અને બાદમાં રિપોર્ટ નેગેટિવ આવે તો વ્યક્તિને તાવ કયો હતો ખ્યાલ આવતો નથી. એક તરફ મચ્છરના ત્રાસ માટે ફોગીંગ પણ જ્યાં કેસ કોરોનાનો આવે અથવા તો કોઈ ફરિયાદ હોઈ ત્યાં કરવામાં આવે છે એટલે ફોગીંગની પણ ઉણપ છે અને તાવના વાયરા મોટાપાયે જોવા મળે છે. મોટાભાગે ઘરે લોકો ઘરગથ્થુ ઉપચારથી તાવને મટાડી રહ્યા છે, હોસ્પિટલ સુધી તાવ નહિ મટવાને કારણે હોસ્પિટલ જનારાનો આંકડો 5 હજાર એક મહિનાનો છે હવે વિચારો શું ચિકનગુનિયાના કેસ એક પણ નહીં હોય ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.