ભાવનગર: શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના પગલે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકા દ્વારા પટાંગણમાં કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત બંનેમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં કર્મચારીઓએ શપથ લીધા હતા કે, તેઓ ઘરની બહાર માસ્ક વગર નહિ નીકળે તેમજ બીજાથી અંતર રાખશે અને વારંવાર હાથને સેનિટાઇઝ કરતા રહશે.