- મહુવા પંથકમાં લોકો માઈનિંગથી પરેશાન
- 13 ગામના આગેવાનોએ કર્યો વિરોધ
- પોલીસ દ્વારા 35 લોકોની કરી અટકાયત
મહુવા: જિલ્લા પંથકમાં છેલ્લા ઘણા વર્ષો થી અલ્ટ્રાટેક માઈનિંગનો વિવાદ ચાલી રહ્યો છે અને અનેક વખત પ્રશાસન અને પ્રજા જનો વચ્ચે ઘર્ષણ સર્જાયા છે, જેમાં ફરીવાર અલ્ટ્રાટેક દ્વારા માઇનિંગ શરૂ કરવામાં આવતા ગ્રામ જનો રોષે ભરાયા હતા જેને લઇ શનિવારે માઇનિંગ કરેલા વાહનોને રસ્તા પર રોકવા 13 ગામના આગેવાનો કનુભાઈ કલ્સરિયાની આગેવાનીમાં રસ્તા પર સુઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા પોલીસ એક્શન મોડ આવ્યું હતું. 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાવનગર: ઘોઘામાં બાડી પડવા માઈનિંગ મામલે કલેકટરને આવેદન
પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ
પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ વિરોધકર્તાઓ એકના બે નહોતા થયા અને મોડી સાંજ સુધી રસ્તા વચ્ચે બેસીને વિરોધ દર્શાવ્યો હતો. રાજ્યમાં અનેક વાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે પણ પ્રસાશન હાથ પર હાથ ધરીને બેસી રહેતુ હોય છે.