ETV Bharat / state

Mansukh Mandavia in Palitana : કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું એક પણ ખેડૂત યુરીયા ન વાપરે એ ગામને 5 લાખ ગ્રાન્ટની જાહેરાત

યુરીયા પર નિર્ભર ખેડૂતોને સ્વદેશી વિકલ્પ આપવા ઇફ્કો દ્વારા નેનો યુરીયા બનાવવામાં આવ્યું છે. જેના વપરાશને પ્રોત્સાહન મળે તેવી જાહેરાત સામે આવી છે. કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયાએ રોજે ગામમાં યુરીયા ન વાપરે તેવા ગામને લાખોની ગ્રાન્ટની જાહેરાત કરી છે.

Mansukh Mandavia in Palitana : એક પણ ખેડૂત યુરીયા ન વાપરે એ ગામને 5 લાખની ગ્રાન્ટની જાહેરાત

author img

By

Published : Mar 13, 2023, 6:18 PM IST

ભાવનગર : ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. વિદેશથી આવતા યુરીયા પર નિર્ભર ખેડૂતોને યુરીયાના વિકલ્પમાં કેન્દ્ર સરકારના સહયોગથી ઇફકો કમ્પનીએ નેનો યુરીયા બનાવ્યું છે. કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયાએ રોજે ગામમાં એક પણ ખેડૂત યુરીયા ન વાપરે તેવા ગામને લાખોની ગ્રાન્ટની જાહેરાત કરી છે.

સ્વદેશી હોય અને જમીનને લાભદાયી હોવાથી તેનો ઉપયોગ વધે તે જરૂરી છે

જાહેરાત પણ કરી દીધી : ખેડૂતો માટે વિદેશથી યુરિયા મંગાવતા કેન્દ્ર સરકારે તેનો તોડ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ તળે ઇફકો કંપની મારફત શોધ્યો છે. નેનો યુરિયાને પગલે હવે કેન્દ્ર સરકાર પણ સહાય આપવા માટે તત્પર બની છે. ભાવનગરના પાલીતાણામાં યોજાયેલા ઇફકો કમ્પનીના કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયાએ દરેક ગામડાના લાભ માટે જાહેરાત પણ કરી દીધી હતી.

આ પણ વાંચો Fertilizer price hike 2022 : ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવવધારા માટે આયાતને જવાબદાર ઠરાવી

ગામડાઓને કેવી રીતે મળશે લાભ : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા સતુઆબાબા વિદ્યા સંકુલ ખાતે ઇકો કંપની દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મહેમાન પદે ઉપસ્થિત કેબિનેટપ્રધાન ડોક્ટર મનસુખ માંડવીયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નેનો યુરિયા આપણું સ્વદેશી છે. ત્યારે તેનો ઉપયોગ જે કોઈ ગામમાં દરેક ખેડૂત કરતા હશે. તેવા ગામને કેન્દ્ર સરકાર પાંચ લાખ જેવી ગ્રાન્ટ પણ ફાળવશે. આમ કાર્યક્રમના મંચ ઉપરથી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેનો યુરિયાનો ઉપયોગ ખેડૂત કરતા થયા છે અને તેનાથી બચત પણ થઈ રહી છે.

ખેડૂતોને યુરીયાના વિકલ્પમાં કેન્દ્ર સરકારના સહયોગથી ઇફકો કમ્પનીએ નેનો યુરીયા બનાવ્યું છે

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મત જણાવ્યો : પાલીતાણાના યોજાયેલા ઇફકો કંપનીના કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટપ્રધાન ડોક્ટર મનસુખ માંડવીયા સાથે ઉપસ્થિત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને વિદેશમાંથી યુરિયા ખાતર લાવ્યા બાદ ખેડૂત સુધી પોહચતા મોંઘું ના પડે માટે સબસીડી આપે છે. ખેડૂતોને યુરિયામાં આર્થિક નુકશાની મોટાભાગે સહન કરવી પડતી હોય છે. વિદેશમાં યુરિયાની કિંમત આપીને ખેડૂતોને સબસીડી આપી યુરીયા પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે નેનો યુરિયા સ્વદેશી હોય અને જમીનને લાભદાયી હોવાથી તેનો ઉપયોગ વધે તે જરૂરી છે. આપણે આજે યુરીયા બનાવી શકીએ છીએ.

આ પણ વાંચો ડ્રોન ટેક્નોલોજી વડે છંટકાવની અસરકારકતા વધારવા થશે નિર્ણાયક કૃષિ કામગીરી, ખેડૂતનો ખર્ચ ઓછો થશે

કાર્યક્રમમાં નેતાઓની હાજરી : પાલીતાણા ખાતે યોજાયેલા ઇફકો કંપનીના કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયા તેમજ ઇફકો કંપનીના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ પાલીતાણાના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત કેટલાક ખેતીવાડી ક્ષેત્રના આગેવાન નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે મનસુખ માંડવીયા દ્વારા કરાયેલી જાહેરાત બાદ હવે દરેક ગામ નેનો યુરિયાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે તેવી આશા સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.