- ફેસબુકમાં સ્ટેટ્સ રાખવા જેવી નજીવી બાબતમાં યુવાનની હત્યા
- ગામના યુવાને ફેસબુકમાં સ્ટેટ્સ રાખ્યું અને મોત આંબી ગયું
- તિક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા
ભાવનગર: તળાજામાં દાઠાના કાટીકડા ગામે રાત્રે શુક્રવારે પ્રવીણ ગલાભાઈ ધાપા ઉ.વ. 25ના એ પોતાના મોબાઈલમાં ફેસબુક પર રાણો રાણાની રીતેની કૉમેન્ટ્સ કરેલી હતી. આ કોમેન્ટ વાયરલ થયેલ થતા તે જ ગામના મહીંપત કામળીયા અને મેરામ કામળિયાને નહીં ગમતા તેઓએ એક સાથે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો હતો.
પ્રવિણ ધાપાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો
આ મારા-મારીમાં પ્રવિણને ગંભીર ઈજા થતાં તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતો. જો કે સારવાર પૂરતી મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું. આમ દાઠા પોલીસે મહિપત કામળિયા અને મેરામ કામળીયા વિરુદ્ધ કલમ-302 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.