ગુજરાતમાં દારૂ ના મામલે કોંગ્રેસ અને ભાજપ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહી છે. ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગરમાં એક ઉતાવળે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને દારૂ ના મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સત્તામાં પણ સ્ટેમબિંગ અને હત્યા સહિતના અનેક બનાવો બનતા હતા. દારૂબંધીનો મામલો લઈને કોંગ્રેસ ગુજરાત પોલીસનું મોરલ તોડવા માગે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, એટલું જ નહીં કોંગ્રેસના શાસનમાં ગુજરાતના નામાંકિત ગુંડાઓને કોંગ્રેસના નેતાઓ ઘરે સાચવતા હતા, તે કોંગ્રેસ યાદ રાખે. હવે ગુજરાતને દેશ અને દુનિયામાં બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે.
નોંધનીય છે, રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં પોકળ દારૂબંધી અંગે કરવામાં આવેલ નિવેદન બાદ આ સમગ્ર મામલો વધારો બિચક્યો છે.