ભાવનગર: સૌરાષ્ટ્રના મહાનગર (Gujarat Assebly Election 2022) તરીકે મનાતા ભાવનગરમાં પશ્ચિમ ઝોન એટલે કે પશ્ચિમ વિધાનસભા કોંગ્રેસનો ગઢ હતી. જે વર્ષ 2012 બાદ ભાજપના મેદાનમાં જતી છે. ભાજપ સરકારની રાજ્યમાં 27 વર્ષની સત્તાની (Bhavnagar Assembly Seat) સફરમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં જીત તો મોટી થતી આવી છે પણ લોકોના માટે વિકાસ શું? આવી ચર્ચા લોકોમાં પણ થઈ રહી છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં છેલ્લા બે (Bhavnagar BJP) ટર્મથી ભાજપ સત્તામાં છે. આમ તો 27 વર્ષમાં એક ટર્મ કોંગ્રેસ આ બેઠકમાં જીત મેળવી શકી હતી.

વિસ્તારના મતદારો: પુરુષ 1,97,977 અને સ્ત્રી 1,73,967 મતદારો છે. કુલ મળીને 3,71,944 થાય છે. જો કે ભાવનગર શહેર બે વિધાનસભા બેઠકમાં વહેચાયેલું છે. જેમાં સૌથી વધુ સમસ્યાઓ પશ્ચિમમાં વધારે જોવા મળી છે. પૂર્વમાં કંસારા પ્રોજેકટ હજુ અધુરો છે. જેમાં ધારાસભ્ય વિભાવરીબેન દવે છે. જ્યારે પશ્ચિમમાં જીતુભાઇ વાઘાણી ધારાસભ્ય છે. પરંતુ સમસ્યાઓનો ટોપલો હજુ પણ ઘટ્યો નથી. પહેલા,સુનિલ ઓઝા - ભાજપ, શક્તિસિંહ ગોહિલ - કોંગ્રેસ, જીતુભાઇ વાઘાણી 2012 થી 2022 સુધી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાનો પુલ ઓવરબ્રિજ હજુ કામ ચાલુ છે. જેમ્સ એન્ડ જવેલરી પાર્ક રોજગારીની ઉત્તમ તકનો પ્રોજેકટ માત્ર રાજકીય મુદ્દો છે. આ સિવાય નારી ચોકડીથી રિંગ રોડ ફરતો બનાવવાની વાત માત્ર વાતમાં રહી છે.
મતદારોની સંખ્યા: ભાવનગર પશ્ચિમ બેઠકમાં પટેલ અને કોળી સમાજના મતદારોની સંખ્યા વધુ છે. અહીંયા સૌથી વધુ મતદાર કોળી સમાજના 50,000 ઉપર છે. પટેલ સમાજના 36,000 કરતા વધુ જ્યારે ક્ષત્રિય અને બ્રાહ્મણ ત્રીજા નંબરે આવે છે. આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા,રત્નકલાકારો માટે હીરાના કારખાના હોવાથી તેમના માટે કોઈ ખાસ યોજના કે વ્યવસ્થા નથી. ટ્રાફિક માટે ફલાય ઓવર હજુ બની જ રહ્યો છે તો સિક્સલેન પણ અધુરો છે. 27 વર્ષથી આ અંગે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્ર વાતો થાય છે. શહેરમાં પ્રવેશતા માર્કેટિંગ યાર્ડ આવે છે પણ ખેડૂતો માટે કોઈ રહેવા કે જમવા કે ટૂંકા રોકાણની કોઈ વ્યવસ્થા નથી.

શહેરની હદ વધી: નારી ગામ હાલમાં ભળ્યુ છે. સીદસર ગામ પણ ભળ્યુ છે. પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. શહેરમાં પ્રવેશતા શરૂ થતો ગૌરવ પથ મગરમચ્છની પીઠ સમાન છે. આ સાથે રસ્તા પરથી ઢોર દૂર થતાં નથી. ભાજપ 27 વર્ષથી શાસનમાં હોવા છતાં મુખ્ય પ્રવેશ માર્ગમાં નક્કર કામ પૂર્ણ કર્યું નથી. સિક્સલેન દેસાઈનગરથી નારી ચોકડીમાં અધુરો પડ્યો છે. હીરા ક્ષેત્રે રત્નકલાકારોની સંખ્યા વધવા છતાં રોજગારીમાં ઘટાડો થયો છે. પશ્ચિમ વિધાનસભામાં એવું કોઈ કાર્ય નથી કે જે ગણાવી શકાય અને પ્રજાને ઉપયોગી બન્યું હોય.
જીતુ વાઘાણીનો વિસ્તાર: કુંભારવાડા સૌથી મોટો પછાત વિસ્તાર છે જેમાં ફલાય ઓવરની માંગ હતી પણ છતાં અંડરબ્રિજ 12 મહિનામાં 6 મહિના બંધ રહે છે. જેમ્સ એન્ડ જવેલરી હીરા ઉદ્યોગ માટેનો માત્ર વાતમાં રહી ગયો છે. અલંગની ચીજ જ્યાં વેચાઈ છે એ મોતી-તળાવના ડેલામાં કોઈ સુવિધા નથી. હીરા બાદનો પ્લાસ્ટિક ઉદ્યોગ મરણપથારીએ આવી ગયો છે. પશ્ચિમ વિધાનસભામાં હાલમાં બે ટર્મથી ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી છે. જે હાલના રાજ્યના શિક્ષણ પ્રધાન છે. વર્ષ 2012માં જીતુભાઇ વાઘાણી ધારાસભ્ય રહ્યા છે.

ગોકળગાયની ગતિએ કામગીરી: વડલા નાળાને રિવરફ્રન્ટ માટે ડીપીઆર બન્યો હોવાની વાતું છે હકીકતમાં ગંદકીમાં હાલ આ નાળુ અને દબાણમાં તેમનું તેમ છે. ધારાસભ્ય શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણી છે. જીતુભાઇએ અનેક નાના મોટા રસ્તાઓના,પાણીની લાઈનો જેવા પ્રાથમિક કામ કર્યા છે. જો કે એક માધ્યમિક શાળા પણ મંજુર કરી છે. જ્યારે ઓવરબ્રિજ,સિક્સલેન જેવા કામો મંજુર થયા છે પણ બે વર્ષથી માત્ર કામગીરી હેઠળ ગોકળગાય ગતિએ ચાલી રહ્યા છે. આ સિવાય કેટલાક કામો ચૂંટણી આવતા મંજુર કરાયા છે. પણ જમીન પર લાભ આગામી પાંચ વર્ષ સુધી મળે તેમ નથી.