ETV Bharat / state

ભાવનગરના માઢીયા પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - chemical factory

ભાવનગર: શહેર નજીક આવેલા નવા માઢીયા પાસે કેમિકલ ફેક્ટરીમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં રહેલા કેમિકલ અને લાકડાના જથ્થામાં આગ લાગતા ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
author img

By

Published : Apr 28, 2019, 7:28 AM IST

ભાવનગર શહેરથી ૨૫ કિમી દૂર આવેલા નવા માઢીયા ગામ નજીક આવેલી ઓલવીન કેમિકલ ફેક્ટરીમાં બપોરના ચાર વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ ફેક્ટરીના માલિક રફીક ગડેરા દ્વારા ભાવનગર ફાયર બ્રિગેડને કરાતા ફાયર સ્ટાફે તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી.

કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પ્લાસ્ટિકમાં ભરેલા કેમિકલ અને લાકડાના જથ્થાને લીધે આગ વિકરાળ બની હતી. જેને લીધે ફાયર બ્રિગેડની એક ગાડી અને અન્ય 4 પ્રાઇવેટ ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરી ફાયર બ્રિગેડ સ્ટાફે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર સ્ટાફના જણાવ્યા અનુસાર, આ આગની ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નથી. તેમજ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.

એન્કર:

ભાવનગર નજીક આવેલા નવા માઢીયા પાસે આવેલી કેમિકલ ફેકટરીમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં અરેલા કેમિકલ અને લાકડાના જથ્થામાં આગ લગતા ફેકટરીમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.  

વિઓ૧:

ભાવનગર શહેર થી ૨૫ કિલોમીટર દુર આવેલા નવા માઢીયા ગામ નજીક આવેલી ઓલવીન કેમ કેમિકલ ફેક્ટરીમાં બપોરના ચાર વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘરણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ ફેકટરીના માલિક રફીકભાઈ ગડેરા દ્વારા ભાવનગર ફાયર બ્રિગેડને કરતા ફાયર સ્ટાફ તત્કાલ ઘટના સ્થળે પહોચી આગ બુજાવાની કામગીરી હાથ ધરી હતી.

વીઓ ૨:
કેમિકલ ફેકટરીમાં લાગેલી આગમાં પ્લાસ્ટિકમાં ભરેલા કેમિકલ અને લાકડાના જથ્થાને લીધે આગ વિકરાળ બની હતી. જેને લીધે ફાયર બ્રિગેડની એક ગાડી અને અન્ય પ્રાઇવેટ ચાર જેટલા ટેન્કર પાણીનો છંટકાવ કરી ફાયર બ્રિગેડ સ્ટાફે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર સ્ટાફના જણાવ્યા અનુસાર આ આગની ઘટનામાં કોઈ જાણહાની પહોચી નથી. તેમજ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.

બાઈટ : ઘનશ્યામસિંહ વાળા (ફાયર ઓફિસર)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.