ETV Bharat / state

ઘોઘા તાલુકાને અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ

ભાવનગર: રાજ્યભરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. જેના પગલે ખેતરોમાં પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવાના ખાસ પેકેજની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પણ 160 ટકા વરસાદ થવાથી ખેતીને ભારે નુકસાન થયું છે. છતાં પણ તેનો સમાવેશ અતિવૃષ્ટિ સહાયમાં ન કરવામાં આવતા ખેડૂતો દ્વારા ઘોઘા તાલુકાના ખેડૂતોને સહાય આપવાની માગ કરવામાં આવી છે.

અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ
અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ
author img

By

Published : Nov 28, 2019, 10:28 AM IST

Updated : Nov 28, 2019, 3:34 PM IST

રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિને લઇ ખેડૂતો માટે 3700 કરોડ જેટલું ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં સરેરાશ 100 ટકા કરતા વધુ વરસાદ અને પાંચ જિલ્લાઓમાં 150 ટકા કરતા વધુ વરસાદના આંકડા નોંધાયા છે. અતિવૃષ્ટિ જેવા માહોલમાં ખેતીના ઉભા પાકને ખૂબ જ નુકશાન થવા પામ્યું હતું. જેને લઇ રાજ્યસરકાર દ્વારા આંકડા અનુસાર ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી તેમજ પાકવીમો ધરાવતા ખેડૂતોને પણ તેમને પાક વીમાનું પૂરતું વળતર મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે.

અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ

ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિને લઇ સહાયના પેકેજમાં સમાવેશ કરવાની માગ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવી અને વિવિધ તાલુકાનો અતિવૃષ્ટિ સહાયના પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તમામ મથકો પર સરકાર દ્વારા નુકશાની અનુસાર વળતર આપવામાં આવશે.

Intro:એપૃવલ : વિહાર સર
ફોર્મેટ : પેકેજ

રાજ્યભરમાં આ વર્ષે ચોમાસા દરમ્યાન અતિ સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો હતો. અતિ વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. અતિ વરસાદમાં ખેતરોમાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવાના ખાસ પેકેજ ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગર જીલ્લાના ૩ તાલુકાનો અતિવૃષ્ટિ અંગેની સહાયમાં સમાવેશ કરવામાં આવ્યો છે જયારે ઘોઘા તાલુકામાં પણ ૧૬૦ % વરસાદ વરસ્યો હોય અને ખેતીને ભારે નુકશાન થયું હોય છતાં તેનો સમાવેશ ના કરવામાં આવતા ખેડૂતો દ્વારા ઘોઘા તાલુકાના ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી છે .Body:રાજ્યસરકાર દ્વારા અતિવૃષ્ટિ ને લઇ ખેડૂતો માટે ૩૭૦૦ કરોડ જેટલું ખાસ પેકેજ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જીલ્લાના ભાવનગર-ઉમરાળા અને મહુવા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર જીલ્લાના ૧૦ તાલુકાઓમાં સરેરાશ ૧૦૦% કરતા વધુ વરસાદ અને પાંચ જિલ્લાઓમાં ૧૫૦% કરતા વધુ વરસાદ ના આંકડા નોંધાયા છે  અને અતિવૃષ્ટિ જેવા માહોલમાં ખેતીના ઉભા પાકને ખુબ જ નુકશાન થવા પામ્યું હતું. જેને લઇ રાજ્યસરકાર દ્વારા ખેડૂતો ને વળતર આપવા નુકશાની નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જેના આંકડા અનુસાર સરકારે ખેડૂતો ને વળતર આપવાની જાહેરાત કરી તેમજ પાકવીમો ધરાવતા ખેડૂતો ને પણ તેમને પાક વીમા નું પુરતું વળતર મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે  ત્યારે ભાવનગર ના ઘોઘા તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. ઘોઘા તાલુકામાં પણ ૫૩ ઇંચ જેટલો વરસાદ ચાલુ સિઝનમાં નોંધાયો છે જે વરસાદ નો આંક સીઝનનો ૧૬૦% જેટલો છે. આ વરસાદે ઘોઘા પંથકના ખેતરોમાં પણ તારાજી રાજી છે . પાણી ભરાય રહેતા અને અતિ વરસાદ ને કારણે મૌલાતો સડી જવી. પીળી પડી જવી, ઉભો પાક ખરી જવો,પાકમાં ફાલ ના આવવો જેવી સમસ્યા ઓ સર્જાય હતી. જેથી આ વિસ્તારના ખેડૂતો ને પણ ભારે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભાવનગરના ત્રણ તાલુકાની સાથે ઘોઘા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.જયારે જો સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહિ કરે તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ ને લઇ સહાયના પેકેજમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી રહી છે તે બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારીને પૂછતાં તેમને જણાવ્યું કે જીલ્લાના તમામ તાલુકા મથકો નો સમાવેશ અતિવૃષ્ટિ કે જેમાં ચોમાસા બાદ કમોસમી વરસાદ તા. ૧૫ ઓકટોબર થી ૨૦ નવેમ્બર સુધીમાં પડ્યો છે તેનો કરવામાં આવ્યો છે. જેમાં જે વિસ્તારમાં આ સમય ગાળામાં ૧ ઇંચ કમોસમી વરસાદ પડતા નુકશાની થવા પામી છે તેને હેક્ટર દીઠ ૬૮૦૦ રૂ. અને ૧ ઇંચ થી ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં અરજદારોને ખાતા દીઠ રૂ.૪૦૦૦ ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.Conclusion:રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવી અને ત્યારબાદ જ વિવિધ તાલુકાનો અતિવૃષ્ટિ સહાયના પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે  તમામ મથકો પર સરકાર દ્વારા નુકશાની અનુસાર વળતર આપવામાં આવશે.

બાઈટ 1 : અંશારભાઈ રાઠોડ (ઘોઘાગામ , સરપંચ)
બાઈટ 2 : રઘુભાઈ (ખેડૂત ,ઘોઘાગામ )
બાઈટ 3 : દિનેશભાઇ સોલંકી (ખેડૂત , ઘોઘાગામ )
બાઈટ 4 : સંજય.આર.કોસંબી (ખેતીવાડી અધિકારી , જિલ્લાપંચાયત , ભાવનગર)
Last Updated : Nov 28, 2019, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.