- ભાવનગરમાંં ધુળેટી પડી ફિક્કી
- તહેવારની આવક ન થતા વેપારીઓ મુંજાયા
- બાળકોએ ઉજવી ધુળેટી
ભાવનગર: ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ઉજવણી શુષ્ક બની ગઈ હતી ગત વર્ષે તો ઉજવણી થઈ નહિ અને આ વર્ષે પણ કોરોના પીછો નહિ છોડતા લોકો રંગોથી અને એકબીજાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. પણ નાના બાળકોએ પોતાની ગલીમાં એકબીજા મિત્રોને કલર છાંટીને આનંદ લીધો હતો ત્યારે વ્યાપરીઓને નુકશાન ગયું હોવાનું તેઓ જણાવી રહ્યા હતા.
હોળીની ઉજવણી રહી સામાન્ય
ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ઉજવણી સામાન્ય પ્રમાણની રહી હતી. સવારથી કલરોની સાથે રમવા માટે બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. મોટા લોકોએ કોરોનાને પગલે દુરી એટલે કે અંતર રાખીને કલરોથી વંચિત રહેવાનું પસંદ કર્યું હતું. વ્યાપારીઓ વસ્તુઓ દુકાનમાં જ રહી ગઈ છે. નુકશાન થયુ હતું. લોકડાઉન બાદ લાખો ખર્ચીને માલ કમાણી કરવા માટે લાવ્યા હતા પરંતુ માલ ન વેંચાતા દેવું થયું હોવાનું વેપારી જણાવી રહ્યા હતા.
આ પણ વાંચો : હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી
ધુળેટી પર્વની ઉજવણી શહેરમાં રહી શુષ્ક પ્રમાણમાં
ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ઉજવણી શુષ્ક પ્રમાણમાં રહેવા પામી હતી. રંગબેરંગી ધુળેટી માનવતા લોકો આજે પોતાની જાતને મિત્રોથી દૂર રાખ્યા હતા. કોરોનાને પગલે અંતર રાખવું ખૂબ જરૂરી બની જવાને કારણે અંતર રાખ્યું હતું. શહેરમાં ક્યાંક ક્યાંક લોકો ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા. જ્યારે મોટા ભાગે લોકોએ દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું.
ધુળેટીનો આનંદ કોણે માણ્યો અને કેવી રીતે
ભાવનગરમાં ધુળેટી પર્વમાં કલરોથી બાળકો દૂર રહી શકતા નથી ત્યારે શહેરમાં ગલીએ ગલીમાં નાના બાળકોએ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. બાળકોએ એક બીજાને કલરોથી રંગ્યા હતા. બાળકોએ પોતાની જ ગલીમાં ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. બાળકોને તેમના માતાપિતા દ્વારા બહારના વિસ્તારમાં જવાની મનાઈ કોરોનાનો પગલે ફરમાવી હોવાથી પોતાના વિસ્તાર એટલે કે ગલીઓમાં આનંદ ધુળેટીનો મેળવ્યો હતો.
આ પણ વાંચો : વલસાડની બજારમાં રંગ અને પિચકારી લેવા આવતા ગ્રાહકોની પાંખી હાજરી
ધુળેટીમાં વેપારીઓ મૂંઝાયા
ખરીદી ઓછી થતા ભાવનગર શહેરમાં ઠેર ઠેર ધુળેટી માટે કલર અને પિચકારી સહિતના સંલગ્ન વ્યવસાયમાં મંદી જેવો માહોલ જોવા મળ્યો છે ધુળેટીના દિવસે લારીઓ અને નાખેલા સ્ટોલમાં વસ્તુઓ વધતી નથી ત્યારે વ્યાજે લઈને લોકડાઉન બાદ હિંમત કરીને ધંધો કરનાર વ્યાપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તેની અસર ધુળેટી પર જોવા મળી છે ધુળેટી હોવા છતાં રસ્તા પર જોવા મળતા અને ગલીઓમાં જોવા મળતા દ્રશ્યો સર્જાયા નથી.