ETV Bharat / state

તળાજાના પસ્વી નજીક એસટી અને કાર વચ્ચે અકસ્માતમાં દંપતિનું મોત - મહુવામાં અકસ્માત

તળાજાના પસ્વી ગામ નજીકના ભયાનક વળાંકમાં આજે એસટી અને કાર વચ્ચે અકસ્માત થતાં જાડેજા પરિવારના દંપતિનું મોત નીપજ્યું હતું. ગામના વળાંકમાં એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા બ્રિજરાજસિંહ અને તેમના પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકોને સારવાર માટે ભાવનગરમાં હોસ્પિટલમાં ખસેડાયાં છે.

તળાજાના પસ્વી નજીક એસટી અને કાર વચ્ચે અકસ્માતમાં દંપતિનું મોત

author img

By

Published : May 27, 2021, 3:49 PM IST

એસટી અને કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત

બ્રિજરાજસિંહ પરિવાર સાથે લગ્ન પતાવી મહુવા પરત ફરતાં નડ્યો અકસ્માત

મૂળ ધ્રાફાના વતની જાડેજા પરિવારના પતિપત્નીનું મોત

ભાવનગરઃ તળાજાના Talaja પસ્વી ગામ નજીકના ભયાનક વળાંકમાં આજે એસટી અને કાર વચ્ચે Accident અકસ્માત થતાં જાડેજા પરિવારના દંપતિનું મોત નીપજ્યું હતું. મૂળ જામનગર જિલ્લાના ધ્રાફાના વતની અને Mahuva Accident મહુવામાં આશાપુરા મોબાઈલ એસેસરીઝનો ધંધો કરતા બ્રિજરાજસિંહ હરિશ્ચંદ્ર સિંહ જાડેજા ઉ. વ. 35 અને તેમના પત્ની જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજા ઉ. વ. 31 તેમજ તેમના પુત્ર કાવ્યરાજસિંહ ઉ. વ. 12 અને કીર્તિબા ઉ. વ. 9 સહપરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી મહુવા પરત આવી રહ્યાં હતાં. ત્યારે તળાજા નજીક પસ્વી ગામના વળાંકમાં એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા બ્રિજરાજસિંહ અને તેમના પત્નીનું Accidental Death ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર કાવ્યરાજસિંહ અને કીર્તિબાને ગંભીર ઇજા થતાં તળાજા રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી ભાવનગર ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમની સ્થિતિ નાજુક છે.

આ પણ વાંચોઃ PIની બદલી થતા ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો

છેક ગામ સુધી સંભળાયો વાહનો અથડાવાનો અવાજ
અકસ્માત એટલો ભયાનક હતો અને તેનો અવાજ પસ્વી ગામ સુધી સંભળાયો હતો. પસ્વી ગામના લોકો સ્થળ ઉપર જઇને ગાડીમાંથી પતિપત્નીના મૃતદેહ બહાર કાઢીને તળાજા હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બ્રિજરાજસિંહ મહુવામાં આશાપુરા મોબાઈલ એસેસરીઝનો હોલસેલ બિઝનેસ કરતાં હતાં અને સારા વેપારી તરીકે તેમની નામના હતી. મહુવામાં આ અકસ્માતની જાણ થતાં તેમના મિત્રવર્તુળ તળાજા તરફ રવાના થયાં હતાં અને તેમની સ્મશાનયાત્રા સાંજે નીકળતા તેમનો ચાહક વર્ગ ઉમટી પડ્યો હતો. આ બનાવની વધુ તપાસ દાઠા પોલીસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાનની સ્પીચનો અશોભનીય વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા અંગે યુવાનની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.