ભાવનગરઃ ભાવનગરમાં કોરોનાના પ્રથમ દર્દી નિઝામુદ્દીનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. જેન જઈ મનપા સામે બેદરકારીના આક્ષેપ કરવામાંં આવ્યાં હતાં. પ્રથમ દર્દીના સગાએ અને કેટલાક સમાચારો પ્રસિદ્ધ થયા બાદ આખરે મનપાના કમિશ્નર એમ.એ ગાંધીએ ખુલાસો આપ્યો છે.
ભાવનગરના પ્રથમ કોરોના દર્દી અને મૃત્યુ પામેલા હાજી અબ્દુલ કરીમ શૈખના કેસને મામલે મનપા સામે બેદરકારીના આક્ષેપ થયા હતા. પ્રથમ દર્દી બાદ એક પછી એક કોરોનાના કેસ એક જ સમાજમાંથી સામે આવ્યા અને મનપા સામે બેદરકારીનું કલંક લાગ્યું. આખરે મનપાના કમિશ્નર એમ. એ ગાંધી મેદાનમાં આવીને ખુલાસો કર્યો છે.
કમિશ્નરે જણાવ્યું કે, દર્દીના સગાને જાણ કર્યા બાદ તેમને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતા. દર્દીને અનેક રોગ હતા તેથી તેની સારવાર પણ કરવામાં આવી અને એક ટિમ હોમ ક્વોરોન્ટાઇન બાદ તેમના ઘરે રાખવામાં આવી હતી. દર્દી હોમ ક્વોરોન્ટાઈન હોવા છતાં ભાવનગરની સૂચક અને એચસીજી હોસ્પિટલ સારવાર માટે ગયા હતા. દર્દીના સગાએ ટ્રાવેલ હિસ્ટ્રી દર્દીની છુપાવી હતી. તે સામે આવતા મનપાએ તેમને હોસ્પિટલ ખસેડયા હતા અને રિપોર્ટ આવ્યા પહેલા તેમનું મૃત્યુ થયું.
મનપાના કમિશ્નરે લેખિતમાં ખુલાસો કરીને આક્ષેપોનું ખંડન કરતાં જણાવ્યું કે, હકીકતમાં દર્દીના સગાઓએ ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી અને જ્યારે રિપોર્ટ આવ્યો અને તરત મનપાએ એ વિસ્તાર સીલ કરી દીધો હતો. સમગ્ર મૃતકના પરિવારને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. કમિશ્નર આમ પોતાનો બચાવ કર્યો છે. પણ પ્રશ્નએ છે કે હોમ ક્વોરોન્ટાઇન કર્યા બાદ તેઓ અન્ય હોસ્પિટલ કેમ ગયા, આ માટે તંત્રએ કોઈ પગલાં કેમ ન ભર્યા. જો કે મનપાની ઢીલી નીતિ ક્યાંક જવાબદાર છે પણ કમિશ્નર હાલ અધિકારીઓનો બચાવ કરી રહ્યા છે.