ભાવનગર : શહેરમાં છેલ્લા બે વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ડ્રેનેજ અથવા સ્ટોર્મ લાઈનમાં પાણીનો નિકાલ નહીં થતા પાણી ભરાયા હતા. મહાનગરપાલિકા કરોડનો ખર્ચ કરવા છતાં તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાએ ભરાયેલા પાણી પગલે કારણો રજૂ કર્યા છે. જો કે પાણી ભરાવાની અનેક ફરિયાદો પણ સ્પષ્ટ કરવામાં આવી હતી.
શહેરમાં બે ભારે વરસાદમાં પાણી ભરાયા : ભાવનગર શહેરમાં હાલમાં થયેલા ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનરાધાર અઢીથી ત્રણ ઇંચ વરસાદ બંને સમય આવેલા વરસાદમાં નોંધાયો છે. શહેરના શાસ્ત્રીનગર, નિલમબાગ, પાનવાડી, પંચાયત, કરચલિયા પરા, રૂવાપરી રોડ કાળિયાબીડ, કુંભારવાડા અને માઢિયા રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જો કે પાણી ભરાવાને પગલે મહાનગરપાલિકાએ પોતાના કારણો રજૂ કર્યા છે.
મારા ધ્યાન આ પ્રમાણે એક બે જગ્યા પર આવો પ્રશ્ન બન્યો હશે. આથી એમ ન કહી શકાય કે સમગ્ર શહેરમાં સમસ્યા છે. ઘણા વિસ્તારમાં સ્ટ્રોમ નેટવર્ક નહીં હોવાને કારણે જ ત્યાં આવા બનાવો જરૂર બન્યો હશે અને જ્યાં બન્યો છે, ત્યાં અમે અમારી ટીમને મોકલીને હલ કરવા માટે જાણ પણ કરી છે. - એન.વી. ઉપાધ્યાય (કમિશનર, ભાવનગર મહાનગરપાલિકા)
તારણો ડ્રેનેજ પગલે અધિકારીના : ભાવનગર શહેરમાં ભારે બે વરસાદને પગલે પાણી ભરાવાની અનેક સમસ્યાઓ સામે આવી હતી, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં ઊભી થયેલી સમસ્યાને લઈને ડ્રેનેજ વિભાગના અધિકારી ઝાપડિયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, વરસાદી પાણીને કારણે અથવા તો ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાને કારણે 25 જેટલી કુલ ફરિયાદો આવી હતી. મોટાભાગે ડ્રેનેજ લાઇનમાં વરસાદની પાણીનો નિકાલ કરવા માટે કેટલાક લોકો દ્વારા રસ્તા ઉપર ડ્રેનેજના ઢાંકણા ખોલી નાખવામાં આવે છે. જેને કારણે વરસાદી પાણી સાથે કચરો પણ જતો હોય છે અને બાદમાં ડ્રેનેજ ચોકપ થાય છે.
કામગીરીમાં કરોડનો ખર્ચ છતાં સ્થિતિ : ભાવનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા પાસે શહેરમાં કેટલાક સ્થળો પર સ્ટ્રોમ લાઇન છે. તો કેટલાક સ્થળો પર ડ્રેનેજ લાઈન એકમાત્ર વિકલ્પ હોય છે, આમ છતાં પણ શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકા હાલમાં 1.20 કરોડ જેવી રકમ પ્રિ મોન્સૂન કામગીરી માટે ફાળવી છે. તેમાંથી અંદાજે એક કરોડ જેવો ખર્ચ થવા પણ આવ્યો છે. આમ છતાં પણ લોકોના મનમાં સવાલ એક જ છે કે કરોડો ખર્ચવા છતાં પણ ચાલુ વરસાદના સમયે પાણીનો નિકાલ થવો જોઈએ તેના બદલે ભરાવો કેમ થઈ રહ્યો છે.