ભાવનગર : મહાનગરપાલિકા પ્લાસ્ટિકને લઈને અનેક પ્રોજેક્ટ અને સ્કીમો લાવવા છતાં રસ્તા પરથી કે દરેક ઘરમાંથી પ્લાસ્ટિક જતું નથી. ખાવા પીવાની કે અન્ય ચીજ વસ્તુઓમાં પ્લાસ્ટિક હોવાથી હવે નેક્સ્ટ જનરેશન ટેરેરિસ્ટ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક વિશ્વ માટે ખતરારૂપ બનતું જાય છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ પૈસા ખર્ચ્યા અને હજુ પણ મહેનત શરૂ હોવા છતાં પ્લાસ્ટિક શહેરમાં જોવા મળે છે.
હાલમાં પ્લાસ્ટિકની પરિસ્થિતિ શહેરમાં શું : ભાવનગર શહેરમાં કોઈપણ ખૂણામાં જાવ એટલે કચરામાં પ્લાસ્ટિક જરૂર જોવા મળે છે. લોકોમાં જાગૃતિ નથી જેને પગલે અન્ય કચરાની સાથે પ્લાસ્ટિકને નાખવામાં આવ્યું રહ્યું છે. શહેરના ચાર માર્ગ હોય કે જાહેર રસ્તાઓ પર કચરો જોવા મળે છે. મહાનગરપાલિકા દ્વારા સવારમાં સાફ સફાઈ અને ટ્રેક્ટરો મારફત જાહેરમાં પડેલો કચરો ઉઠાવી લેવામાં આવે છે.
પ્લાસ્ટિક બોટલોના નિકાલ માટે મહાનગરપાલિકાએ 2019માં ઇક્કો બ્રિક્સ પાર્ક બનાવ્યો છે. જેમાં પ્લાસ્ટિકની બોટાળોમાં અન્ય પ્લાસ્ટિક ઝબલાઓ ભરીને પાર્કમાં 30 હજાર બોટલો દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે. આ માટે 1 લાખનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ રેગ પિક્ચર રાખવામાં આવ્યા છે. જેમાં 250 લોમો શહેરમાંથી કચરો વીણીને લાવે છે અને કિલોએ 3 રૂપિયા મહાનગરપાલિકા ચૂકવી રહી છે. આ સાથે શહેરના ચાવડીગેટ વિસ્તારમાં ઘરે ઘરેથી આવતા ટેમ્પલ બેલ મારફત આવતા કચરાને એકત્રિત કરવા હાલમાં મટીરીયલ રિકવરી સેન્ટર 30 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. - એફ.એમ. શાહ (સોલિડ વેસ્ટ અધિકારી, ભાવનગર)
ડસ્ટબીન સૂકો અને ભીનો કચરો પ્રોજેક્ટ ફેલ : ભાવનગર શહેરમાં કોમર્શિયલ વિસ્તારોમાં અને જાહેર સ્થળો તેમજ પર્યટક સ્થળો ઉપર 80 લીટર કેપેસિટીના લેટર બિન મૂકવામાં આવ્યા છે. 240 સેટ 11.97 લાખના આપવામાં આવ્યા છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે તે અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. જેથી લેટર બીન મોટાભાગે જોવા મળતા નથી. જ્યારે ડસ્ટબીન બે કલરમાં લીલી અને ભૂરા કલરની પણ રહેણાકીય અને વાણિજ્ય એકમો માટે આપવામાં આવી છે.
પ્લાસ્ટિક એટલે NEXT GENERATION TERRORIST છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તો નુકશાનકારક છે. મહાસાગરમાં મોટા બેટ પ્લાસ્ટિકના બની ગયા છે, ત્યારે કેન્દ્રની સરકાર અને કોઈપણ સરકારે જાગૃત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિક તો એકદમ બંધ જ કરવું જોઈએ. આ સાથે પ્રજાએ પણ જાગવું પડશે અને બને નહીં ત્યાં સુધી પ્લાસ્ટિક યુઝ ઘટાડવો જોઈએ. આજે ફૂડ પેકેટ બધા જ પ્લાસ્ટિકમાં આવે છે. આથી દરેક લોકોએ જાગવું પડશે તે જરૂરી છે. - ડો તેજસ દોશી (ડોકટર,ભાવનગર)
પ્લાસ્ટિકના વપરાશનું પ્રમાણ ઘટે તે માટે : સેગ્રીગેશનના ઉમદા હેતુથી 12 લિટર કેપેસીટી ડસ્ટબીન ફાળવવામાં આવી હતી. કુલ 2.30 લાખ ડસ્ટબીન 84,28,846ના ખર્ચે ફાળવવામાં આવી છે. જ્યારે અન્ય ડસ્ટબીન 120 લિટર કેપેસિટીની ધારાસભ્ય,સભ્યની ગ્રાન્ટમાંથી કુલ 486 10,9,038 કિંમતની આપવામાં આવી છે. પરંતુ તે પણ જોવા મળતી નથી. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશનું પ્રમાણ ઘટે એ માટે સમયાંતરે મહાનગરપાલિકાએ 1.5 લાખ જેટલી કાપડની થેલી અને જ્યૂટબેગનું પણ વિતરણ કરેલું છે.