ETV Bharat / state

Mari Mati Maro Desh : મારી માટી મારો દેશ કાર્યક્રમ પૂર્ણ પણ કેટલા ઘર ગણ્યાં? બે ઘડા તો ભાવનગર શહેર ભાજપે મૂક્યાં - અનાજ

લોકસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપે મારી માટી મારો દેશ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપે માધ્યમોને મળીને એકઠી કરેલી માટી અને અનાજ મોકલવા તારીખો જાહેર કરી છે. પરંતુ જિલ્લામાં કે શહેરમાં કેટલા ઘરોની માટી અને અનાજ તેના જવાબ વિશે જાણો.

Mari Mati Maro Desh :  મારી માટી મારો દેશ કાર્યક્રમ પૂર્ણ પણ કેટલા ઘર ગણ્યાં? બે ઘડા તો ભાવનગર શહેર ભાજપે મૂક્યાં
Mari Mati Maro Desh : મારી માટી મારો દેશ કાર્યક્રમ પૂર્ણ પણ કેટલા ઘર ગણ્યાં? બે ઘડા તો ભાવનગર શહેર ભાજપે મૂક્યાં
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 6:36 PM IST

27 તારીખે દિલ્હી મોકલાશે

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ પૂર્ણ કરીને હવે એકઠી કરાયેલી માટી અને ચપટી અનાજના દાણા દિલ્હી મોકલવા કમર કસી છે. જિલ્લા ભાજપ અને શહેર ભાજપ આગામી દિવસોમાં એકથી કરાયેલી માટી અને ચપટી અનાજના ઘડા મોકલશે. જો કે સવાલ એક જ છે કેટલી ચપટી ઘરના ચોખાને માટી ? જવાબ શું આવ્યો જાણો.

જિલ્લા શહેર ભાજપે મારી માટી મારો દેશની કામગીરી પૂર્ણ કરી : ભાવનગર જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ આર સી મકવાણાની અધ્યક્ષતામાં જાહેર માધ્યમો સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મારી માટી માટે દેશ અંતર્ગત કરાયેલી કામગીરીને રજૂ કરવામાં આવી હતી. જો કે જિલ્લા ભાજપ પ્રમુખે કેટલા ઘર ફરી કેટલી માટી કે ચપટી અનાજ મેળવવામાં આવ્યાં તેની માહિતી આપી ન હતી. આગામી દિવસોમાં જિલ્લા ભાજપ દ્વારા માટી અને ચપટી અનાજ દિલ્હી મોકલવામાં આવશે. આમ શહેર ભાજપે પણ મારી માટી મારો દેશ કાર્યક્રમ ભાવનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કામગીરી પૂર્ણ કર્યાંની માહિતી આપી હતી.

ક્યાંથી મેળવ્યાં તેનો જવાબ નહીં : ભાવનગર શહેર કાર્યાલય ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ પૂર્ણ થતાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદમાં બે ઘડા મુકવામાં આવ્યા હતાં. શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના મારી માટી મારો દેશ કાર્યક્રમ પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ ધારાસભા વિસ્તારના ભાજપે ઘરે ઘરે જઈને ચપટી માટી અને ચપટી અનાજ એકઠું કર્યું છે. જેને આગામી 27 તારીખના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ લઈને જવાશે અને ત્યાંથી દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે. સંસદીય વિસ્તારમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ શહેર અને જિલ્લામાં પૂર્ણ થઈ ચૂક્યો છે.

1160 ગામડાંઓમાં કામગીરી : ભાજપ દ્વારા સંસદીય મત વિસ્તારમાં મારી માટી મારો દેશ સંપન્ન કરવામાં આવ્યો છે. ભાજપના સૂત્રમાંથી જિલ્લામાં 1160 ગામડાઓમાંથી માટી અને અનાજ એકઠા કર્યાનું જાણવા મળ્યું છે પરંતુ કેટલા ઘર તેનો જવાબ નથી. આ જ પ્રશ્ન શહેર ભાજપ પ્રમુખ અભયસિંહને ટેલિફોનિક પૂછતાં જણાવ્યું હતું કે અમે બુથવાઇઝ ઘરે ઘરે કામગીરી કરી છે પરંતુ ઘર કેટલા તેની ગણતરી કરી નથી. શહેરમાં 7 લાખ આસપાસ વસ્તી છે. જો કે મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે ઘરવેરાના રેકોર્ડ મુજબ શહેરમાં 2.90 લાખ આસપાસ મહાનગરપાલિકામાં મિલકતો નોંધાયેલી છે. જ્યારે જિલ્લામાં 14 લાખ આસપાસ અંદાજે વસ્તી છે. જો કે તેની મિલકત કેટલી તે સામે આવ્યું નથી.

  1. Surat News: સુરતમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશથી શણગારેલા 30 ટેમ્પોનું સી.આર.પાટીલ દ્વારા પ્રસ્થાન
  2. Amrut kalash yatra in ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના બોપલમાં યોજાઈ "અમૃત કળશ યાત્રા"

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.