ભાવનગર : કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા વગેરેથી તમે પરિચિત છો, પણ તમે પ્રજ્ઞા ચક્ષુ કથાકારને જાણો છો? નહીંને, ચાલો તો મળીએ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો. કૃણાલભાઈ જોશીને, જેઓ લેખક અને આધ્યાત્મિક ફિલોસોફર પણ છે. દ્રષ્ટિવિહોણા હોવા છતાં કઈ રીતે ભાગવદ સપ્તાહના કંઠસ્થ કરી વગેરે પ્રશ્નો જરૂર થાય. માતાપિતાના સાથે મહેસાણાના કાંસા ગામના વતની અને બ્રહ્મણ કુળમાં જન્મ લીધેલા કૃણાલભાઈ જોશીને મળીયે. જુઓ તેમની જીવન સફર અને કથાકાર તરીકે મેળવેલી સિદ્ધિ.
મહેસાણાના કાંસા ગામના વતની છે કૃણાલભાઈ : ગુજરાતના કાંસા ગામમાં રહેતા રાજેન્દ્રભાઈ આર જોશીના ઘરે 14/10/1987ના દીકરાનો જન્મ થયો જે હતા પ્રજ્ઞાચક્ષુ કૃણાલભાઈ જોશી. જેઓ આજે પ્રજ્ઞાચક્ષુ કથાકાર છે. કૃણાલભાઈના પિતા રાજેન્દ્રભાઇ ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતાં. કૃણાલભાઈ આજે અમદાવાદ ખાતે વસવાટ કરે છે. હાલ ભાવનગરમાં તેઓ પ્રજ્ઞાચક્ષુ કથાકાર તરીકે તરસમિયા ખાતે ભાગવત સપ્તાહનું જ્ઞાન પાંચ દિવસથી પીરસી રહ્યા છે.
કૃણાલભાઈનો અભ્યાસ અને લેખક તરીકે સ્થાન : મૂળ મહેસાણાના કૃણાલભાઈએ તેમના અભ્યાસ વિશે જણાવ્યું હતું કે તેઓ M.A (પુરાણ),M.A (ધર્મશાસ્ત્ર ગોલ્ડમેડાલિસ્ટ,PHD અને સંગીત વિશારદ કરેલું છે. તેઓ આધ્યાત્મિક ફિલોસોફર અને લેખક પણ છે. કૃણાલભાઈએ ત્રણ પુસ્તક લખ્યા છે. જેમાં શિવ મહિમા (ગુજરાતી,હિન્દી), ભાગવત એક દ્રષ્ટિ (ગુજરાતી) અને દેવી વાત્સલ્ય સુધા. 15 વર્ષમાં કૃણાલભાઈ 400 ભાગવત કથાઓ કરી ચૂકયા છે. કૃણાલભાઈના માતા રંજનબેન અને પિતા રાજેન્દ્રભાઈ તેમની સાથે રહે છે.
કઈ રીતે ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસે છે કૃણાલભાઈ : પ્રજ્ઞા ચક્ષુ કૃણાલભાઈ છેલ્લા 15 વર્ષથી ભાગવત વાંચી રહ્યા છે ત્યારે કુણાલભાઈ જણાવ્યું હતું કે તેઓ જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. ધોરણ 12 તેમને બ્લાઇન્ડ શાળામાં અભ્યાસ કર્યો હતો. બાર વર્ષે પ્રથમ રામકથાનો આરંભ કર્યો હતો. સોલા વિદ્યાપીઠમાં મેં જ્ઞાન મેળવ્યું છે. ભાગવતજી, દેવી ભાગવત, શિવપુરાણ, વિષ્ણુપુરાણ સાંભળી સાંભળી કંઠસ્થ કર્યા છે. દરેક પુરાણને પેજવાઇઝ હું રેકોર્ડિંગ કરી તેને સાંભળતો હતો. રામ માટે મારી ખુશી છે. રામ એટલે નીતિ, પ્રમાણિકતા અને સત્ય કહીએ છીએ. રામજીએ નાનામાં નાના માણસને આદર આપ્યો એટલે આપણે નાનામાં નાના માણસને આદર આપશું તો આપણા હૃદયમાં અયોધ્યા બિરાજે છે.
કૃણાલભાઈના માતાનો પ્રતિભાવ : મહેસાણાના વિસનગર નજીક આવેલા કાંસા ગામના મૂળ વતની રાજેન્દ્રભાઈ આર જોશીના પુત્ર કૃણાલભાઈ નાનપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે. તેમની માતા રંજનબેન જણાવે છે કે કૃણાલ નાનપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે. પરંતુ હાલમાં તે કથા વાંચી રહ્યા છે. બસ અમારી એટલી જ ભાવના છે કે કૃણાલ સમાજ માટે ધર્મને જ્ઞાન પીરસતો રહે.
એવોર્ડ પ્રાપ્તિ : કૃણાલભાઈ જોશીને નેશનલ એવોર્ડ 2016 માં મેળવ્યો હતો. ત્યારબાદ દિવ્યાંગ પારિતોષિત ગુજરાત રાજ્યનો, દિવ્યાંગ રત્ન એવોર્ડ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા ગૌરવ એવોર્ડ 2017માં સાહિત્ય અકાદમી દ્વારા અને દિવ્યાંગ પ્રતિભા સન્માન એમ કે ટ્રસ્ટ નવસારી દ્વારા પ્રાપ્ત કરેલો છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ IGNOU/BAOU તેમજ રાષ્ટ્રીય સેમીનાર પુરાણમાં, આંતરરાષ્ટ્રીય સંસ્કૃત કોન્ફરન્સ, યુજીસીના રાષ્ટ્રીય સેમિનારમાં વક્તવ્ય આપી ચૂક્યા છે.