ETV Bharat / state

ભાવનગર મહાનગરપાલિકાને કરવેરા આવક પેટે રેકોર્ડ બ્રેક 52 કરોડની આવક - tax

ભાવનગર: મહાનગરપાલિકાએ એપ્રિલમાં અમલી બનાવેલ રિબેટ યોજનાને ભાવનગરના કરદાતાઓ તરફથી અપ્રિય પ્રતિસાદ મળતા ભાવનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. માત્ર એક મહિનામાં ભાવનગર મહાનગરપાલિકાને 52 કરોડ જેટલી આવક થઇ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 3, 2019, 3:22 AM IST

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ 1 એપ્રિલ થી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષના પ્રારંભથી એડવાન્સ કરવેરો, પાણીવેરો સફાઇ વેરો સહિતના કર ચૂકવનાર કરદાતાને તેમના બિલની રકમમાં 10 ટકાની રીબેટ વળતર યોજના અમલી બનાવવામાં આવી હતી. એક મહિનાના ટુંકા ગાળા દરમિયાન ભાવનગર શહેરમાં 97,000 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો. બીજી તરફ આ યોજનાના કારણે ભાવનગર મહાનગરપાલિકાને 30 દિવસમાં કરોડની આવક નોંધાઈ છે.

ભાવનગર મહાનગરપાલિકાને કરવેરાની 52 કરોડની આવક
ઉલ્લેખનીય છે કે, એક માસના ટૂંકાગાળામાં ભાવનગર મહાનગરપાલિકાને કરવેરા પેટે એટલી વિશાળ રકમની આવક થઈ છે. યોજનાના અંતિમ દિવસે એટલે કે, 30 એપ્રિલે 11,000 કરતા 7.76 કરોડ કરવેરો ભર્યો હતો. જેમાં 3.50 કરોડથી વધુ કરવેરો ઓનલાઈન ભરવામાં આવ્યો છે. અને બીજો ઓફલાઈન કરદાતાઓએ ઘર વેરો ભર્યો હતો. સામા પક્ષે ભાવનગર મહાનગરપાલિકા કરદાતાઓની સુવિધા માટે મોડી રાત સુધી કેશબારી ખુલ્લી રાખી હતી.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ માસ દરમિયાન વેરો ભરનાર કરદાતાઓને તેમના બાકી બિલની રકમમાં 10 ટકા વળતર અને મે માસ દરમિયાન કર ભરનાર કરદાતાઓને તેમના બિલમાં 5 ટકાનું વળતર આપવામાં આવે છે.

Intro:વિકાસ માં વાવણી ભાવનગર મહાનગરપાલિકા એ એપ્રિલ માસમાં અમલી બનાવેલ રિબેટ યોજનાને ભાવનગરના કરદાતાઓ તરફથી અપ્રિતમ પ્રતિસાદ મળતા ભાવનગર મહાનગરપાલિકા ની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે માત્ર એક માસ દરમિયાન ભાવનગરને 52 કરોડ જેટલી માતબર રકમની આવક થઇ છે

Body:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ તા.1 એપ્રિલ 2019 થી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષના પ્રારંભથી એડવાન્સ કરવેરો પાણીવેરો સફાઇ વેરો સહિતના કર ચૂકવનાર કરદાતાને તેમના બિલની રકમમા 10 ટકાની રીબેટ વળતર યોજના અમલી બનાવવામાં આવી હતી. એક માસના ટુંકા ગાળા દરમિયાન ભાવનગર શહેરમાં 97000 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો તો બીજી તરફ આ યોજનાના કારણે ભાવનગર મહાનગરપાલિકાને ૩૦ દિવસમાં કરોડ જેટલી માતબર રકમની આવક નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક માસના ટૂંકાગાળામાં ભાવનગર મહાનગરપાલિકાને કરવેરા પેટે એટલી વિશાળ રકમની આવક થઈ છે મહત્વપૂર્ણ છે કે યોજનાના અંતિમ દિવસે એટલે કે ૩૦ એપ્રિલના રોજ 11000 કરતા 7.76 કરોડ કરવેરો કર્યો હતો જેમાં 3.50 કરોડથી વધુ કરવેરો ઓનલાઈન કરવામાં આવ્યો હતો તો લાઈનમાં ઊભા રહીને રાત્રિના 12 કલાક સુધી કરદાતાઓએ ઘર વેરો ભર્યો હતો અને સામા પક્ષે ભાવનગર મહાનગરપાલિકા કરદાતાઓની સુવિધા માટે મોડી રાત સુધી કેશબારી ખુલ્લી રાખી હતી.

Conclusion:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ માસ દરમિયાન વેરો ભરનાર કરદાતાઓને તેમના બાકી બિલની રકમમાં ૧૦ ટકા વળતર તથા મે માસ દરમ્યાન કર ભરનાર કરદાતાઓને તેમના બિલમાં 5 ટકાનું વળતર આપવામાં આવે છે. જો કે ભાવનગર મહાનગરપાલિકા અને કરવેરા પેટે થયેલી આવક વાર્ષિક પગાર અને અન્ય ખર્ચમાં જ વપરાઈ જશે એ પણ હકીકત છે ભાવનગર મહાનગરપાલિકા આ રકમનો શહેરના વિકાસ માટે ઉપયોગ કરી શકશે નહીં ત્યારે જોવું રહ્યું કે શહેરના કરદાતાઓ દ્વારા ભરવામાં આવતી કરની રકમ સામે તેમને કેવા પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ મળે છે???

બાઈટ મનહરભાઈ મોરી મેયર ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.